________________
પ્રકરણ ૧૫ મું.
પર્યક ઉપ૨ તીર્થ પર્યટન.
એક દિવસ રાજા, રાણુ તથા મંત્રી ત્રણે આનંદપૂર્વક વાર્તા–ોષ્ઠી કરતા હતા, ત્યારે રાજાએ પોતાને મળેલ સ્વેચ્છાચારી પર્યકની હકીકત કહી બતાવી. જે સ્થળે કૌતુક જેવા કે યાત્રા કરવા જવું હોય તે સ્થળે ગગનવિહારી તે પર્યક ઉપર જઈ શકાય તેમ હતું. રાજાની આ હકીકત સાંભળીને રાણી બહુ આનંદ પામી, અને તેણીએ કહ્યું કે –“હે સ્વામિન! જે આપનું વચન સત્ય હેય, આપે કહેલ પલંગ તેવી શક્તિવાળો હોય તે અનેક જુદા જુદા જિનેશ્વરની પ્રતિમાઓથી શિતા શાશ્વતા મનહર તીર્થો આ ભૂમિ ઉપર વિદ્યમાન
છે, અનેક અતિશયાદિથી તે શેભતા છે, તે સર્વ સ્થળો ખાસ વંદન કરવા લાયક છે, ભાવથી તે સ્થળને જુહારતાં અનેક ભવમાં ઉપાર્જન કરેલાં પાપનો નાશ થાય છે, અને આપણુ પામે તે તીર્થનાં દર્શન કરી શકાય તેવી સામગ્રી હાજર છે, તે પછી તેમાં પ્રમાદ શા માટે કરે ? છતી સામગ્રીને લાભ શા માટે ન લે?” રાજાએ કહ્યું કે –“ કહેલ હકીકત સત્ય છે, તેમાં જરાપણ ફેરફાર નથી, મને મળેલ વસ્તુઓમાંથી દંડની તે મેં પરીક્ષા કરી છે, હવે આ ચર્ધકની પરીક્ષા કરીએ.” પછી પૂજાના સવે ઉત્તમ ઉપકરણે