________________
પર
ધી કાઢીને સુખી થાઉં.” આ પ્રમાણે વિચાર કરી તેણે તેની માતાને કહ્યું કે –“માતાજી! તમે હવે એવું કાંઈક કરે કે જેથી મારા પિતા મારું વચન એક વખત સાંભળે.” આ પ્રમાણે વારંવાર કહ્યા છતાં તેની માતાએ તે સ્વીકાર્યું નહિ, તેથી એકદા તે સુંદરીએ સિંહ નામના સામંતને બેલાવી પિતાને અભિપ્રાય જણાવ્યું. તે વખતે સિંહ સામંતે તેને આદિથી અંત સુધી સર્વ વૃત્તાંત સાંભળીને હૃદયમાં વિચાર કરી તેણુને કહ્યું કે –“બહેન ! તું ઉતાવળી થઈશ નહિ, વખત આવશે ત્યારે હું રાજાને સર્વ હકીકત સમજાવી તારી ઈચ્છા પૂર્ણ થાય તેમ કરીશ.” આવું વચન સાંભળી તે રાજપુત્રી સંતોષ પામી.
એકદા સમય જોઈ સિંહસામંતે યુક્તિપૂર્વક રાજાને જણાવ્યું કે-“હે રાજન ! આપની પુત્રી બિચારી મેટા કષ્ટમાં પડી છે, તેણીનું સન્માન કરવું તે દૂર રહ્યું, પરંતુ તેનાં વચન સાંભળવા જેટલે તે તેના ઉપર પ્રસાદ કરે જોઈએ.” તે સાંભળી રાજાનાં નેત્રો અશ્રુથી ભરાઈ ગયાં, અને તેણે સિંહ સામતને કહ્યું કે-“હે સામંત ! આ મારી પુત્રીએ પૂર્વભવમાં કઈને હું આળ આપવાનું દુષ્કર્મ કર્યું હશે, તેના પ્રભાવથી આ ભાવમાં તે કલંકવાળી થઈ છે અને આપણને પણ ઈષ્ટ છતાં અનિષ્ટ થઈ છે; પરંતુ તે જે કાંઈ કહેવા ઈચ્છતી હોય તે સુખેથી મારી પાસે આવીને કહે,” આ પ્રમાણે રાજાની આજ્ઞા મળવાથી તે સામંતે લેયસુંદરીને કહ્યું કે-“હે પુત્રી! પિતાજી પાસે