________________
૫૫ અભ્યાસ કરતે જાણીને શૈલેયસુંદરીએ સિંહસામંતને કહ્યું કે-“કઈ પણ ઉપાયવડે આપણું અને પાછા ગ્રહણ કરીએ તે ઠીક.” સિંહ બોલ્યો કે –“તેના માલિકની અધ્યાપનશાળા અહીં પાસે જ છે. તેના વિદ્યાર્થીઓને ભેજન માટે નિમંત્રણ કરીએ. પછી શું કરવું તે સહજ સમજાશે.” સુંદરીએ તેમ કરવાની હા કહી, એટલે ભેજનને લગતી સર્વ સામગ્રી તૈયાર કરી તેણે ઉપાધ્યાયને આમં. ત્રણ આપ્યું. સમય થયો ત્યારે અધ્યાપક સર્વ વિદ્યાથીઓ સહિત જમવા આવ્યું. તેમના મધ્યમાં પિતાના પતિને જોઈને ઐક્યસુંદરીએ તરતજ તેને ઓળખ્યો અને અત્યંત હર્ષ પામી. પછી હર્ષને લીધે તેણીએ પોતાનું આસન અને થાળ વિગેરે મંગળકળશ માટે મોકલી તેની વિશેષ ભક્તિ કરી. સર્વને ભજન કરાવી વસ્ત્રો આપ્યાં, અને મંગળકળશને તેણે પિતાનાંજ શરીરનાં બે સુંદર વચ્ચે આપ્યાં. પછી તેણીએ કળાચાર્યને કહ્યું કે:-“આ સર્વ વિદ્યાર્થીઓ માંથી જેને સુંદર કથા કહેતાં આવડતી હોય તે મારી પાસે એક કથા કહે.” આ સાંભળી સર્વ છાત્રોએ મંગળકળશની વિશેષ ભક્તિ થતી જોઈને ઈર્ષ્યાથી કહ્યું કે –“આ સર્વમાં મંગળકળશ વધારે પ્રવીણ છે, તે એક કથા કહેશે.” આ પ્રમાણે સર્વ છાત્રોના કહેવાથી પંડિતે મંગળકળશને જ કથા કહેવાની આજ્ઞા આપી, એટલે અધ્યાપકની આજ્ઞાથી તે છે કે –“કલ્પિત કથાનક કહું કે અનુભવેલું કહું.?” તે સાંભળી રાજપુત્રીએ કહ્યું કે “કલ્પિત કથાથી સર્યું,