________________
શજાને વિખરહિત કર્યો. મેં વળી કહ્યું હતું કે આ હકીકત જે સાંભળનાર કેઈને કહેશે તે તે પથ્થર રૂ૫ થઈ જશે. આ હકીક્ત આ રાજપુત્રના દુરાગ્રહથી તેના મિત્રે તેને વિગતથી કહી સંભળાવી અને તે કહેતાંજ તે પાષાણમય થઈ ગયો. તેના વિયોગ દુઃખથી દુઃખી થયેલા આ રાજાએ તેને માટે ઘણા ઉપાયો કર્યા, પણ હજુ તેને કાંઈ પ્રતીકાર તેને મળ્યો નથી. સનેહ દુઃખરૂપી વૃક્ષનું મૂળ છે, અને
નેહ અનેક પ્રકારનાં અનર્થોના કારણભૂત થાય છે. આ હકીકત સાંભળીને આ દુખી મનુષ્ય ઉપર દયા આવવાથી દયાળુ ચિત્તવાળી યક્ષિણીએ યક્ષને પૂછ્યું કે-“સ્વામિન્ ! આને કાંઈ પ્રતીકાર છે કે નહિ?” તેને આ પ્રશ્ન સાંભળીને યક્ષે કહ્યું કે-“આ જે કુરૂપતા તેના મિત્રને થઈ છે તેને ઉપાય કહું છું તે સાંભળ. જો કેઈ ચારિત્રશાળી શિયલસંપન્ન શુદ્ધ સદાચારવાળી સ્ત્રી તેના પુત્ર સહિત તે પાષાણને સ્પર્શ કરે તે તે તરતજ અસલરૂપ પામી જશે.” આ પ્રમાણેની બધી વાત સાંભળીને અને પ્રતીકાર જાણીને ચિત્રસેનને હૃદયમાં બહુ આનંદ થયો અને સુખનિદ્ધાપૂર્વક રાત્રીએ સૂઈ ગયો.