________________
ખરેખર આ રત્નસારની પાષાણુમયતા દૂર થાય તેવા ઉપાયઃ અતાવશે જેથી આપણા મનાર્થ સિદ્ધિ પામશે, અને મિત્રના વિયેાગ દૂર થશે.” આ તેના ઉપાય સાંભળીને રાજાએ તરત જ દાનશાળા કરાવી, અને તેમાં મેટાં મેટાં દાન આપવા માંડયાં, તેનાથી ખે'ચાઈને ઘણા વિદેશી યાગીએ તથા સાધુ અને ખાવાએ તે નગરીમાં આવ્યા. આ સને રાજા મિત્રના નિરોગી થવાના ઉપાય પૂછતા હતા. તેઓ જે જે વિધિ દેખાડતા હતા, તે પ્રમાણે રાજા બધુ કરતા હતા, પણ મિત્રનું' કષ્ટ ગયું નહિ; ઘણાં ઉપાયે કર્યાં, પશુ રત્નસાર પુન: ચેતના પામ્યા નહિ, તેથી રાજા રાણી બહુ દુ:ખી થયા અને ચિ'તામાં દિવસેા ગાળવા લાગ્યા. મિત્રના શાકથી. આકુળ વ્યાકુળ થયેલ રાજાએ રાજસભામાંથી ગીત, નૃત્ય, વાદન બધુ' અંધ કર્યું, અને રાજ્યની પણ તેણે ચિંતા છેડી દીધી. આ પ્રમાણે કેટલાક કાળ પસાર થઈ ગયા, ત્યારે એક વખત રાજાને વિચાર આવ્યેા કે: “ જે મહાત્મા યક્ષે આ વિશ્નોની હકીકત કહી હતી, તેનેજ આ મિત્રના નિરગી થવાને ઉપાય પૂછીએ, તે જરૂર તે બાબતના પ્રતિકાર બતાવશે.” આ પ્રમાણે રાત્રે સૂતાં સૂતાં રાજાએ ષિચાર કર્યાં. રાત્રી પૂર્ણ થઇ અને સૂર્યદિય થયા કે તરતજ રાત્રીએ આવેલ વિચારને અમલ કરવા રાજા તત્પર થઈ ગયા, અને જુના મંત્રીને રાજ્યના ભાર આપીને તેણે તે વટવૃક્ષ પાસે જવ પ્રિયાની અનુમતિ લઈને સારે દિવસે શુભ મુહૂર્ત હાથમાં ખડ્ગ ધારણ કરીને પ્રયાણ કર્યું..
અવિચ્છિન્ન પ્રયાણથી ચાલતા તે કેટલેક દિવસે ઇચ્છિત