________________
- પત્ની છે, તેની કુક્ષિથી ઉત્પન્ન થયેલ હું હેમમાળી નામને તેમને પુત્ર છું. મારી હેમચૂલા નામની પત્ની સાથે સંસારઉચિત સુખે ભેગવતે હું મારા આવાસમાં આનંદથી કાળ નિર્ગમન કરતા હતા. આ પ્રમાણે કેટલાક સમય ગયા પછી સંસારને નિસ્તાર કરનારી તીર્થયાત્રા કરવાની અમારી ઈચ્છા થઈ તેથી મારી પ્રિયપત્ની સાથે એક વિમાનમાં બેસીને તીર્થયાત્રાએ જતાં જ્યારે અહીં સુધી અમે આવ્યા ત્યારે મારી પ્રિયામાં લુબ્ધ થયેલ મનવાળે રત્નચૂડ નામને એક વિદ્યાધર તેના સૈનિકે સહિત દેડતે આવ્યું, અને તે દુષ્ટાત્મા ખેચર મને બાંધીને આ વૃક્ષ સાથે જકડી લઈને તે મારી પત્નીને ઉપાડીને તેની નગરી તરફ ચાલ્યા ગયે - છે. આ પ્રમાણેના તેનાં વચને સાંભળીને ચિત્રસેન રાજાએ - ત્રણસંહિણું ઔષધિથી તેને તરત સાજો કર્યો. તેણે ભૂપતિને - નમન કર્યું, અને વિનંતિ કરી કે –“જેવી રીતે મને આ
દુઃખથી તમે મુક્ત કર્યો, તેવી રીતે મારી પ્રિયાને પણ તમે - લાવી આપી મારા ઉપર વિશેષ ઉપકાર કરે.” કહ્યું છે કે –
वृक्षो यथा फलं पुष्पं, परोपकृतिहेतवे । तथा सत्पुरुषः प्राणान्, धत्ते हि परहेतवे ॥ ..
જેવી રીતે વૃક્ષને ફળ તથા પુષ્પ વિગેરે પરોપ. - કારના હેતુ માટે જ હોય છે, તેવી રીતે સંપુરૂષ પિતાના પ્રાણ પણ પરના ઉપકાર માટેજ ધારણ કરે છે”
આ પ્રમાણે સાંભળીને પોપકારપરાયણ તે કુમાર તરત જ તેની સાથે તેના વિમાનમાં બેઠે. તેની સાથે કેટલેક