________________
૭૭
કોઈને રૂદનને સવાર સાંભળ્યું અને તેણે વિચાર કર્યો કે
આવી નિર્જન અટવીમાં આ કેના રૂદનને સ્વર સંભળાતે. હશે ? ખરેખર કેઈ દુઃખી મનુષ્યનું રૂદન સંભળાય છે,. તેથી તેને સહાય કરવી તે મારે ધર્મ છે.” આ વિચાર કરી હાથમાં ખડૂગ લઈને જે દિશામાંથી સ્વર આવતે હતે. તે દિશા તરફ તે ચાલ્યા. થોડે દૂર તે ગયો તે વખતે એક વૃક્ષની નીચેના ભાગમાં તેણે એક પુરૂષને દીઠે. તે પુરૂષને સાંકળવડે બાંધવામાં આવ્યા હતા અને પગમાં લેઢાની બેડીઓ નાખી હતી. તેને દેખીને રાજાએ વિચાર્યું કે – અહો ! આ કઈ રાંક દુ:ખી માણસ જણાય છે.” પછી. ચિત્રસેન રાજાએ તે પુરૂષ તરફ જોઈને પૂછયું કે - “તું કેણ છે? અને આવી અવસ્થા તને શી રીતે પ્રાપ્ત થઈ છે?” તેણે કહ્યું કે –“હું મહાપીડાથી પીડાયેલ છું. હે પુરૂષોત્તમ! હું કહું તે મારી વાત સાંભળે, પણ પહેલાં. મને આ બંધનમાંથી મુક્ત કરે અને મારી પીડા દૂર કરે,. કે જેથી મારું પૂર્વ વૃત્તાંત વિસ્તારથી હું તમને કહી. સંભળાવું.” ઉપકારશિરોમણિ ચિત્રસેન રાજાએ તરતજ તેને બંધન મુક્ત કર્યો.
તેના બંધન દૂર થતાંજ તે બે કે –“વૈતાઢય. પર્વત ઉપર આવેલ વિદ્યાધરના નગરની ઉત્તમ શ્રેણિમાં હેમપુર નામે એક નગર છે. તે નગરીમાં વિદ્યાધરમાં શિરોમણિ. અને દાનાદિ ગુણેથી સંયુક્ત હેમરથ નામને એક રાજા. છે. તેને સુવર્ણની માળા જેવી શોભતી હેમમાલા નામની.