________________
કદિપણ ચિંતવના કરી ન હોય, તો મારા હસ્તના સ્પર્શથી મંત્રીરાજ તરત સાજા થાઓ, તેમની પાષાણુમયતા દૂર થાઓ.” આ પ્રમાણે સર્વને સંબોધીને તેણે તે પથ્થરને હાથવડે સ્પર્શ કર્યો, એટલે યક્ષનાં વચનાનુસાર જેવી રીતે સુતેલ માણસ નિદ્રામાંથી જાગે તેવી રીતે રત્નસાર પાષાણુ મયતા તજી દઈ આળસ મરડીને બેઠે થયે. રાજા તો તેને સચેતન થયેલ જોઈને અતિશય હર્ષિત થયો, હર્ષાશ્રુથી. ઉભરાઈ ગયે, એકદમ દોડી જઈને તેને ભેટી પડ્યો, અને તેણે પિતાનાં અશ્રુથી તેને ન્હવરાવી દીધું. રત્નસારે પણ સર્વને નમસ્કાર કરી યાચિત વિનયપૂર્વક સર્વ સાથે મેળાપ કર્યો. પુત્રજન્મથી હજુ તાજો જ આનંદ. થયો હતે, તેમાં મિત્રના ઉદ્ધારથી અતિશય વધારે થયો. ઘી અને સાકરના સંયોગ જે ઉત્તમ યોગ . બનવાથી સર્વે અતિશય આનંદ પામ્યા. પછી ચિત્રસેન રાજા રત્નસારની સાથે આનંદ કરતાં સુખેથી રાજ્ય પાળવા લાગ્યો. હંમેશાં ધર્મ અને કર્મમાં પરાયણ થઈ તેઓ આનંદમાં દિવસો પસાર કરતા હતા. તે શિષ્ટ પુરૂ
નું રક્ષણ કરવામાં, દુષ્ટ પુરૂષનું દમન કરવામાં અને . દાનાદિ શુભકાર્યો કરવામાં હંમેશાં તત્પર રહેતા હતા. ધર્મકાર્યમાં પરાયણ રાજા, મંત્રી અને પદ્માવતી સાથે વિશેષ ધર્મક્રિયા કરતાં આનંદ અને સુખ જોગવતા હતા.