________________
પ્રકરણ ૧૩ મું.
પદ્માવતીનાં શિયળ ગુણની કસોટી અને
રત્નસારના વિધનને નાશ.
- યક્ષનાં વચનથી હૃદયમાં સંતુષ્ટ થયેલ ચિત્રસેન પ્રાતઃકાળે વહેલે જાગ્રત થઈ નમસ્કારાદિનું સ્મરણ કરી પ્રાતઃકૃત્ય કરીને પિતાના નગર તરફ ચાલ્યો. અવિલંબ પ્રયાણ કરતા તે કેટલેક દિવસે વસંતપુર નગરમાં આવ્યા. તેને આવેલ દેખીને આખી પ્રજા બહુ આનંદિત થઈ અને પદ્માવતી પતિને દેખીને પ્રેમથી પરવશ થયેલી અતિશય હર્ષિત થઈ. તે અવસરે રાણીને પ્રસૂતિને સમય નજીક આવતે હતો, તેથી “પુન્યના પ્રભાવથી મારાં વાંછિતની સત્વર સિદ્ધિ થશે.” તેમ વિચારતે રાજા આનંદથી ઉભરાતા હદયવડે દિવસે નિગમવા લાગ્યો. સદાચારનાં કાર્યોમાં તે વિશેષ તત્પર રહેવા લાગ્યું. દાનાદિ વિશેષ કરવા લાગ્યો, ધર્મકાર્યોમાં વિશેષ લક્ષ્ય આપવા લાગ્યો. અને પ્રિયા સાથે આનંદ કરતે રાજ્યભાર સુખેથી નિર્વહવા લાગ્યો.
અવસર થતાં સારા દિવસે શુભ મુહૂર્ત તથા ગ્રહાદિને શુભ સંચાર હતો તે વખતે જેવી રીતે પૂર્વ દિશામાંથી દિનકર પ્રગટે છે તેવી રીતે નૃપપ્રિયાએ સુપુત્રને જન્મ આપ્યો. પુત્રને જન્મ થતાં રાજ અને પ્રજા બહુ આનંદ પામ્યા, સર્વે