________________
સ્થળે આવ્યું, અને શાંત થઈ જઈને ચિંતાના ભાવથી વ્યા, થયેલ અને મિત્રના શેથી દુઃખી થયેલ ચિત્રસેન ઝાડની નીચે સૂતે. વિગ તથા શેકથી આ થયેલ તેને નિદ્રા ન આવી અને જળવગર જેમ માછલું તરફડે તેમ તે વૃક્ષની નીચે સૂતે સૂતે તરફડતે હતે. આવી સ્થિતિમાં વૃક્ષ ઉપર રહેલ યક્ષિણીએ તેને ધર્મો અને તેણે હૃદયમાં દયા આવવાથી યક્ષને પૂછયું કે-“સવામિન્ ! આ નીચે કેણુ સુતેલ છે? તે બહુ દુ:ખી દેખાય છે, તે એવું શું મહાન દુઃખ તેને આવી પડયું છે ? કૃપા કરીને આ પુરૂષની હકીકત જણાવે.” યક્ષે કહ્યું કે-“પ્રિયે! ઘણા વખત પહેલાં પિતાની પત્ની, સૈન્ય અને મિત્ર વિગેરેને સાથે લઈને જે અહીં આવ્યા હતે, અને આ વૃક્ષની નીચે પરિવાર સહિત રાત્રી ઉ૯લંઘવા જેણે પડાવ નાખ્યો હતો, તે આ રાજપુત્ર છે. આ રાજપુત્ર ગુણેનું ધામ છે. અનેક ઉત્તમ ગુણેથી વિભૂષિત છે, પણ પ્રિય મિત્રના વિયોગથી તે દુઃખી થયો છે-શોકાતંત થયું છે, અને તે ઈષ્ટ મિત્રનો વિયોગ ટાળવા અહીંતહીં ભ્રમણ કરે છે.” આ સાંભળીને યક્ષિણીએ પૂછ્યું કે“સ્વામિન્ ! તેને મિત્રનો વિયાગ કેવી રીતે થયે?” તે સાંભળીને યક્ષે કહ્યું કે-“પ્રિયે ! તેનું કારણ સાંભળ. તે વખતે મેં તને કહ્યું હતું કે આ રાજકુમાર ઉપર ચાર વિદને આવવાના છે, અને તે વિને કેવી રીતે આવશે તે પણ કહ્યું હતું. તેના મિત્રે આ હકીકત બરાબર સાંભળીને બુદ્ધિને ઉપયોગ ચલાવી તે વિને દૂર કર્યા, અને આ