________________
વૈરાગ્ય રંગથી રાજી થયેલા રાજા સર્વ કાર્યથી પરવારી સંસાર ભાર ઓછો કરી તેને સાથે લઈને દીક્ષા લેવા માટે શ્રી વીરભગવાનના સમવસરણમાં પ્રભુ પાસે આવ્યા. ચરમ તીર્થકરને નમસ્કાર કરીને અને જગદ્ગુરૂની શુદ્ધભાવથી સ્તવના કરીને રાજાએ રાણી સહિત વિનયથી મસ્તક નમાવીને ભવસંસારમેચિની દીક્ષા ગ્રહણ કરી. ખગ ધારની ઉપમા જેવા વ્રતને ધારણ કરીને નિરતિચારપણે ચારિત્રને પાળતા ભવ્યજીને - પ્રતિબેધતા અને સ્વકર્મોની નિર્જરા કરતા પૃથ્વીતળને પાવન કરતા ભગવંતની સાથે તેઓ વિહાર કરવા લાગ્યા.
પ્રકરણ ૧૧ મુ.
સર્પનો ઉપદ્રવ અને રત્નસારનું પથર થઈ જવું.
ચિત્રસેન રાજા પ્રજાનું સારી રીતે રક્ષણ કરવા લાગે, અને રત્નસારને તેણે મંત્રીપદે સ્થાપન કર્યો. તેના સર્વ મંત્રીએમાં તેને મુખ્ય સ્થાન આપ્યું. અને પોતાના ભુજાબળ - તથા શૌર્યથી પૃથ્વી ઉપર વિજય કે વગડાવતો તે સુખેથી રાજ્યની પરિપાલના કરતો હતો, એક વખતે રત્નસાર મંત્રીને વિચાર થયો કે-“પુન્યના વેગથી રાજાના ત્રણે વિડ્યો તો દૂર થયાં, દુનિયામાં પુન્ય અને શુભકૃત્યે જ ખરેખર સારભૂત છે.” આ પ્રમાણે વિચારી રત્નસારે ચિત્રસેનને કહ્યું કે