________________
-વર્તન રાખજે, અને જેવું મને માન આપતા હતા તેવુંજ માન તેને આપજે, અને મારી જેમજ તેની આજ્ઞાનું પાલન કરજો.” મેહને સંગાથ છોડવા તત્પર થયેલ રાજાએ રાણીને કહ્યું કે-“ઘરનું યોગ્ય રીતે પાલન કરજો, ચિત્રસેનને તમારા પુત્રતુલ્ય ગણજે, અને હું હવે દીક્ષા લેવા જિનેશ્વર પાસે - જાઉં છું.” રાજાનાં આવાં વચને સાંભળીને રાણીએ વિનંતિ કરી કે –“ સ્વામિન ! હું તમારી વગર એક ક્ષણ પણ રહી શકું તેમ નથી, તમારા વગર સૃષ્ટિ મને તે શૂન્યમય જ લાગે છે. કુળવતી સ્ત્રીને માટે કહ્યું છે કે –
तावद् राज्यसुख देव ! , तावत् श्रृंगारभूषणं । स्त्रीणां भोगसुखतावद्-, यावन्नाथो हि सन्निधौ ॥
જ્યાં સુધી પતિ સામિપ્યમાં હોય ત્યાં સુધી જ કુળવતી સ્ત્રીને રાજ્યસુખ, ધનવૈભવસુખ, શૃંગાર-ભૂષણની શિભા અને ભેગસુખ સારાં લાગે છે.”
વીરસેન રાજાએ કહ્યું કે –“તારો પુત્ર હજુ નાનું છે, તેનું પાલનપોષણ કર-તે મેટ થશે ત્યારે તને ઈચ્છિત સુખ આપશે, અને તેનું સુખ જોઈને તું આનંદિત થજે.” તે સાંભળી રાણુએ કહ્યું કે –“અહો! કેના પુત્ર ને કેની સંપદા! કેવું સુખ અને કે આનંદ! કે વૈભવ અને કેવી તૃપ્તિ! સ્ત્રીને ભરતાર વગર આ દુનિયામાં સર્વે વિષ તુલ્ય જ છે.” આ પ્રમાણે રાણુને આગ્રહ થવાથી રાજાએ તેને પોતાની સાથે દીક્ષા લેવાની સંમતિ આપી, અને તેના