________________
-મનને ખેદ દૂર થયે. સેમચંદ્ર પિતાની ભાય સહિત મુનિના સંગથી જૈનધર્મ અંગીકાર કરી શુદ્ધ રીતે પાળી પ્રાંતે સમાધિ મરણવડે મૃત્યુ પામી સૌધર્મ નામના પેલા દેવલેકમાં પાંચ પલ્યોપમના આયુષ્યવાળે દેવ થયે. હે રાજન્ ! તે સેમચંદ્રને જીવ સૌધર્મ દેવકમાંથી ચ્યવીને તું મંગળકળશ થયો છે અને શ્રીદેવીને જીવ ત્યાંથી એવી ગ્રેજ્યસુંદરી થઈ છે. હે રાજન ! તે સેમચંદ્રના ભાવમાં પારદ્રવ્યથી પુન્ય ઉપાર્જન કર્યું હતું તેના પ્રભાવથી આ જન્મમાં તું ભાડે રાજકન્યાને પર, અને ઐક્યસુંદરીએ શ્રીદેવીને ભવમાં -હાસ્યવડે પણ પિતાની સખીને કલંક આપ્યું હતું, તેના પ્રભાવથી તેણીને આ ભવમાં દૂષણ પ્રાપ્ત થયું.”
આ પ્રમાણે ગુરૂમહારાજના મુખથી રાજા અને રાણીએ પિતાના પૂર્વભવને વૃત્તાંત સાંભળી વૈરાગ્ય પામી પોતાના પુત્રને રાજ્ય સેંપી ગુરૂની સમીપે દીક્ષા ગ્રહણ કરી. ત્યારપછી તે રાજર્ષિ અનુક્રમે સર્વ સિદ્ધાંતના પારગામી થયા. ગુરૂએ તેને આચાર્યપદે સ્થાપન કર્યા અને ત્રિલેક્સસુંદરી સાવીને પ્રવતિનીના પદે સ્થાપન કર્યો. અનુક્રમે તે બંને આયુષ્ય પૂર્ણ કરી શુભ ધ્યાનવડે કાળધર્મ પામીને પાંચમા બ્રહ્મદેવલેકમાં દેવપણે ઉત્પન્ન થયા ત્યાંથી ચ્યવી મનુષ્ય જન્મ પામીને ત્રીજે ભવે તે બંને મોક્ષપદને પામશે.”
ઈતિ મંગળકળશ કથા.
-
*