________________
૪
“અહા! આ દુનિયામાં પુન્યજ રાજય અને સુખ આપનાર કહેલ છે, સર્વ મનોવાંછિત તેનાથીજ પ્રાપ્ત થાય છે, દુષ્ટ દુશ્મનોનો અને સર્વ પ્રકારનાં અરીબ્દોનો પણ તેનાથીજ નાશ થાય છે, અને ઇચ્છિત કાર્યાની સિદ્ધિ થાય છે; તેથી શ્રી તીર્થંકર ભગવાને કહ્યાં છે તેવાં ઉત્તમ કાર્યો કરીને જેમ અને તેમ વધારે પુન્ય ઉપાર્જવા પ્રયત્ન કરી, કે જેથી તમારાં માં ભાવી વિદ્નોનો નાશ થઈ જાય અને ઈચ્છિત વસ્તુએ શિઘ્ર આવીને મળે. ”
બુદ્ધિશાળી મનુષ્યને જે કાંઈ ઉપદેશ મળે તે તેના હૃદયમાં તરતજ વસે છે, તદનુસાર વવા તરતજ તે ઉઘુક્ત થાય છે. તેથી મિત્રના આવા ઉપદેશ સાંભળીને ચિત્રસેને જિનાલય, જિન ચૈત્યેાના ઉદ્ધાર, દીનાના ઉદ્ધાર, જીવદયા, પશુ-પક્ષી તથા સર્વ જીવાની પ્રતિપાલના, જિનેશ્વર ભગવંતની પૂજા, યથાશક્તિ વ્રત-નિયમાદિ ગ્રહણ, વિગેરે પુન્યનાં કાર્યાં પદ્માવતીની સાથે શરૂ કર્યાં. આ પ્રમાણે પ્રિયા અને ત્રીજા રત્નસારની સાથે શુભ કાર્યાં કરવામાંજ સદા તત્પર તે પુન્ય શાળી રાજા આખા દિવસ પરોપકારમાંજ પરાયણ રહેતા હતા. તે ત્રણે બધા વખત એકજ સ્થળે રહેતા હતા, એક સાથેજ જમતા હતા અને શયન પણ સાથેજ કરતા હતા. રત્નસાર મિત્રના ગુ@ાથી આકર્ષાઈને તેની ભક્તિમાંજ સદા તત્પર રહેતા હતા. આ પ્રમાણે આનંદથી એકઠાં રહેતાં, ધર્માંકાર્યાં આચરતાં, સાંસારિક સુખા ભાગવતાં તથા રાજકાર્યાં સુખેથી કરતાં કેટલેાક કાળ વ્યતીત થઈ ગયા.
F