________________
૫૯
મેળવવાની ઈચ્છાથી પરદેશ જવાને વિચાર કરી સેમચંદ્રને કહ્યું કે –“હે મિત્ર! હું ધન ઉપાર્જન કરવા માટે દેશતરમાં જાઉં છું, પરંતુ હું તને આપી જાઉં તેટલું મારું ધન વિધિ પ્રમાણે સાત ક્ષેત્રમાં વાપરવું. તેને પણ તે પુન્યને છઠ્ઠો ભાગ મળશે.” આ પ્રમાણે કહી દશહજાર સેનામહોરે તેને આપીને તે પરદેશ ગયો. તેના ગયા પછી સેમચંદ્ર શુદ્ધ ચિત્તવડે તેનું ધન વિધિ પ્રમાણે ચગ્ય સ્થાને વાપર્યું, તે ઉપરાંત તેણે તેની સાથે પિતાનું પણ કેટલુંક ધન વાપર્યું, તેથી તેણે ઘણું પુન્ય ઉપાર્જન કર્યું. તેની ભાર્યા પણ તે. ધનવ્યયના અનુદનથી ઘણા પુન્યવાળી થઈ.
હવે તેજ નગરીમાં શ્રીદેવીને ભદ્રા નામની એક સખી હતી. તે નંદશ્રેષ્ઠીની પુત્રી અને દેવદત્તની ભાયી હતી. કેટલેક કાળે કર્મના દષથી તે દેવદત્ત શ્રેષ્ઠી કુષ્ઠી થયો, તેથી તેની ભાય ભદ્રા અત્યંત ખેદ પામી. એકદા તેણીએ પોતાની સખી. શ્રીદેવીને કહ્યું કે –“હે સખી! મારો પતિ કેઈ દુષ્ટ કર્મના યોગે કુછી થયેલ છે.” તે સાંભળી તેણીએ હાસ્યથી કહ્યું કે–“હે સખી ! ખરેખર તારા અંગના સંગથીજ તારે પતિ કુષ્ટી થયે જણાય છે, તું જ મહા પાપિણી જણાય છે, તેથી મારી દષ્ટિથી દૂર જા, તારૂં મુખ મને દેખાડીશ નહિ.” આ પ્રમાણેનાં સખીનાં વચન સાંભળી ભદ્રા મનમાં અત્યંત ખેદ પામી અને ક્ષણવારમાં તેનું મુખ શ્યામ થઈ ગયું. થોડીવારે શ્રીદેવીએ તેને કહ્યું કે –“હે સખી! તું ખેદ કરીશ નહિ. મેં તે ફક્ત તારી મશ્કરી કરી હતી. તે સાંભળી ભદ્રાના