________________
પ૭
નીના રાજાએ તે વાત જાણું, એટલે શ્રેષ્ઠીને બેલાવી તેણે સર્વ વૃત્તાંત સાંભળ્યું અને મનમાં અત્યંત આશ્ચર્ય પામ્યો. પછી રાજાની આજ્ઞાથી તેજ મકાનમાં મંગળકળશ રાજપુત્રી સાથે આનંદથી વિલાસ કરવા લાગ્યો ક્યસુંદરીએ સિંહસામંતને સિન્ય સહિત ચંપાપુરી પાછો મેકલ્ય, અને તેની સાથે રાજાએ તેને આપેલ પુરૂષવેશ પણ પાછો મેક. સિંહસામતે ચંપાપુરીમાં આવી સર્વ વૃત્તાંત રાજાને જણાવ્યું, તે સાંભળી રાજા હર્ષ પામીને બે કે-“અહે ! મારી પુત્રીની કળાકુશળતા તે જુઓ ! અને આ મંત્રીની પાપબુદ્ધિ પણ જુઓ ! આવી મારી નિર્દોષ પુત્રીને તેણે સદેષ તથા કલંકિત કરી.” પછી રાજાએ સિંહ સામંતને ફરીથી ઉજજયિની મોકલ્યો, અને જમાઈ સહિત પિતાની પુત્રીને તેડાવી તેમને સારી રીતે સત્કાર કર્યો. ત્યારપછી પેલા દુષ્ટ મંત્રીને વિડંબના પમાડીને તેનું સર્વસ્વ લુંટી લીધું, અને તેને મારી નાંખવાને હુકમ કર્યો. તે વખતે મંગળકળશે રાજાને અત્યંત પ્રાર્થના કરીને તેને મુકાવ્યું. તેને છોડી દેતાં રાજાએ કહ્યું કે- “હે પાપીઝ! તને હું મારા જમાઈના આગ્રહથી મૂકી દઉં છું, પરંતુ તું હવે મારા આ રાજ્યમાંથી ચાલ્યો જા.” મંત્રી પણ રાજાના હુકમથી તે દેશ છોડી ચાલ્યા ગયે. રાજાને કાંઈ પુત્ર ન હોવાથી મંગળકળશને પુત્રને સ્થાને રાજાએ સ્થાપન કર્યો અને તેને માતાપિતાને ત્યાંજ તેડાવી લીધા. પછી સર્વની સંમતિથી રાજાએ મંગળકળશને રાજ્યાભિષેક કર્યો, અને તેણે યશોભદ્રસૂરિની પાસે ચારિત્ર અગીકાર કર્યું.