________________
અનુભવેલુંજ કહે.” તેના શબ્દો સાંભળી મંગળકળશને વિચાર થયે કે –“ચંપાપુરીમાં હું જે રાજપુત્રીને ભાડે પર હતું, તેજ આ ત્રલેકયસુંદરી જણાય છે.” તે કઈ પણ કારણથી પુરૂષવેશે અહીં આવેલ જણાય છે.” આ પ્રમાણે વિચાર કરીને તે સ્વાનુભવ પ્રમાણેનું વૃત્તાંત કહેવા લાગ્યું. શરૂઆતનું, મધ્યનું અને છેવટનું પિતાનું ચરિત્ર તેણે સુબુદ્ધિમંત્રીએ પિતાના ઘરમાંથી તેને કાઢી મૂક્યું ત્યાં સુધીનું કહી સંભળાવ્યું.
તે સાંભળી રાજકુમારીએ કૃત્રિમ કેપ કરીને કહ્યું કે“અરે ! આવું જૂઠું બોલનારને પકડી લે.” તેના સેવકે તેને પકડવા લાગ્યા, એટલે તેણે તેને અટકાવી તેને ગૃહના અંદરના ભાગમાં લઈ ગઈ. ત્યાં તેને આસન પર બેસાડી તેણીએ સિંહસામંતને કહ્યું કે “હું જેની સાથે પરણું છું તેજ આ મારા સ્વામી છે, માટે હવે શું કરવું એગ્ય છે?” ત્યારે તે બોલ્યો કે-“જે આ જ તમારો ભરતાર હોય તે તમારે તેને અંગીકાર કરે.” રાજપુત્રી ફરીથી બોલી કે-“હે સામંત ! જે તમારા મનમાં હજુ પણ સંશય હોય તે આને ઘેર જઈ મારા પિતાએ આપેલ વસ્તુઓ વિગેરે જેઈને વિશેષ ખાત્રી કરે.” આ પ્રમાણે તેણએ સિંહસામંતને કહ્યું, ત્યારે તે તેને ઘેર ગયે અને ખાત્રી કરી. પછી મંગળકળશના પિતાને બોલાવી તેને સર્વ હકીકત કહી પાછે રાજપુત્રી પાસે આવ્યું. સિંહસામંતની સલાહથી તેણુ સ્ત્રીવેશ ધારણ કરી મંગળકળશને ઘેર ગઈ અને તેની સ્ત્રી થઈને રહી. ઉજજયિ