________________
૫૪
ગો, પછી રાજાએ તેને આગમનનું કારણ પૂછ્યું, ત્યારે તેણીએ કહ્યું કે –“પૃથ્વીમાં પ્રસિદ્ધ અને અનેક આશ્ચર્યોથી ભરેલી આ આપની નગરીને કૌતુથી જોવા માટે હું અહીં આવેલ છું.” રાજાએ કહ્યું કે-“હે રાજપુત્ર! તમારે અહીં મારે ઘેરજ રહેવું. મારામાં અને તમારા પિતામાં જરા પણ અંતર જાણ નહિ” તે સાંભળી રાજપુત્રી સિંહ સામંત તથા સૈન્ય સહિત રાજાએ આપેલ રાજમહેલમાં રહેવા લાગી. પછી તેણીએ પતાના સેવકને તે નગરીમાં સુંદર સ્વાદિષ્ટ જળાશય કયા ક્યા છે તેની શોધ કરવા હુકમ કર્યો, ત્યારે તેઓએ તપાસ કરીને કહ્યું કે “આ ગામમાં સ્વાદિષ્ટ જળાશય પૂર્વ દિશામાં છે.” તે સાંભળી તે સુંદરીએ રાજાની આજ્ઞા લઈને તે દિશામાં એક મહેલ ભાડે લઈને તે સ્થળે વાસ કર્યો.
એક દિવસ તે પિતાના મકાનની બારીમાં બેઠી હતી, તેવામાં તે સ્થળેથી પાણું પીવાને જતા તેના પિતાએ કન્યાદાનમાં આપેલા અને જેઈને તેણીએ મનમાં વિચાર્યું કે“અહો ! આ અવો તે મારા પિતાનાજ છે.” આ વિચાર કરી તેણીએ તે અવની પાછળ પિતાના સેવક મોકલ્યા અને તેઓને કહ્યું કે-“આ અ પાછા ફરતાં
જ્યાં જઈને ઉભા રહે, ત્યાં તમારે જવું અને જે સ્થળે તેમને રાખવામાં આવે છે તે સ્થળનું નામ, ઠામ વિગેરે સર્વ ચેકસ રીતે જાણીને પાછા આવવું.” સેવકેએ તે પ્રમાણે કર્યું, અને તે સ્થાન તથા નામ વિગેરે જાણીને રાજપુત્રીને બધી હકીકત નિવેદન કરી. પછી તપાસ કરતાં મંગળકળશને