________________
આવીને તારે જે કહેવું હોય તે સુખેથી કહે.” આ પ્રમાણે આજ્ઞા મળવાથી રાજપુત્રી તેના પિતા પાસે આવી અને બેલી કે-“હે પિતાજી! મને કુમારને ગ્ય વેશ આપે.” તે સાંભળી રાજાએ સિંહસામંતને કહ્યું કે:-“અરે સામંત ! આ પુત્રી આવું સંબંધ વગરનું શું બેલે છે?” સામંતે કહ્યું કે –“મહારાજ ! તેણે યોગ્ય કહ્યું છે. પહેલા પણ એ ક્રમ હતું કે રાજપુત્રી મેટા કારણને લીધે પુત્રને વેશ ધારણ કરતી હતી. આમાં કાંઈ પણ અયુક્ત નથી. તેમાં તમે સંશય ન કરે, તેને ખુશીથી પુરૂષ વેશ આપ.” આ પ્રમાણે સાંભળી સિંહસામંતનું વચન યુક્તિયુક્ત માનીને રાજાએ પુત્રીને પુરૂષશ આપે, અને દેશાટન માટે જવાની મંજુરી આપી. તેની સાથે ચેડા સૈન્ય સહિત જવાને સિંહસામંતને હુકમ કર્યો. પછી કયસુંદરીએ કહ્યું કે –“જો આપની આજ્ઞા હોય તે અમુક કારણવશાત્ મારે હાલ ઉજજયિની તરફ જવાની ઈચ્છા છે.” રાજાએ મંજુરી આપી અને કહ્યું કે “મારા વંશને દૂષણ ન લાગે તેવી રીતે સર્વત્ર વર્તાજે.” એમ કહીને તેને ઈચ્છાનુસાર જવાની આજ્ઞા આપી.
ત્યારપછી પુરૂષના વેશને ધારણ કરનારી સુંદરી સૌન્ય સહિત સિંહસામંતની સાથે અખંડ પ્રયાણ કરતી ઉજજયિની નગરીએ પહોંચી. તે વખતે તે નગરીના રાજાએ “આ ચંપાપુરીને રાજપુત્ર આવે છે. તેમ સાંભળીને બનેને પરસ્પર પ્રીતિ હોવાથી તેને એગ્ય સત્કાર કર્યો, અને આગતાસ્વાગતા પૂર્વક તેને નગરીમાં પ્રવેશ કરાવી તેને પોતાના મહેલમાં લઈ