________________
કરેલું કમજ ભગવાય છે, એટલે કે તેને સુખ દુઃખ આપનાર થાય છે. આ પ્રમાણે વિચાર કરી રાજાએ મંત્રીને કહ્યું કે –“હે મંત્રી ! મેં જ તમારા પુત્રને કષ્ટમાં નાખે છે. જે મેં તમારા પુત્ર સાથે મારી પુત્રીને આગ્રહથી વિવાહ કર્યો ન હોત તે તે કુષ્ઠ રોગથી પરાભવ ન પામત.” તે સાંભળી મંત્રી બોલ્યા કે –“તમે તે હિતકારક કાર્ય કર્યું, તેમાં આપને શું દેષ? ખરે મારા કર્મને જ દોષ છે.” આમ કહીને મંત્રી પોતાને ઘેર ગયે. આ પ્રમાણે આળ આવવાથી ત્રિલેક્સસુંદરી રાજા અને સર્વ પરિવારને પરમ પ્રિય હતી તે અપ્રિય થઈ પડી. તેની સાથે કઈ વાત કરતું નહિ, તેને સ્પર્શ કરવા કેઈ ઈચછતું નહિ, અને તેને દષ્ટિથી જોવા પણ કોઈને મન થતું નહિ. તેને રાજાએ તેને ગુપ્તગૃહમાં રાખી. ત્યાં રહીને તેણે વિચાર કર્યો કે –“મેં પૂર્વે એવું શું દુષ્કર્મ કર્યું હશે કે જેને લીધે મારે પરણનાર પતિ નાસીને અન્ય સ્થળે જતો રહ્યો ? અને ઉલટું લેકમાં આવું અગ્ય કલંક પ્રાપ્ત થયું ? હવે હું શું કરું? ક્યાં જાઉં? કેની સાથે વાત કરૂં? હું અત્યારે મહા કષ્ટમાં પડી છું!!” આ પ્રમાણે ચિંતવન કરતાં તેને એકદા વિચાર આવ્યું કે-“ખરેખર મને પરણનાર પતિ ઉજ્જયિની જ ગયા હશે, કેમકે મોદક ખાધા પછી તેણે કહ્યું હતું કે –“જે આ મોદક ઉપર ઉજજ યિનીનું પાણી હોય તે આ મોદક ઘણું સારાં લાગે.” આ નિશાનીથી મારા ચરણનાર પતિ ત્યાં ગયા હોય તે સંભવ રહે છે, માટે જે કંઈ પણ ઉપાયથી હું ત્યાં જાઉં, તે તેને