________________
“મિનાથ, અને
વીરસેન તથા વિમળા રાણીએ લીધેલ દીક્ષા.
અદ્ભૂત આશ્ચય ઉત્પન્ન કરનાર મંગળકળશનું આ સુંદર કથાનક પૂર્ણ કરીને પ્રભુએ સંસાર ઉપરથી વૈરાગ્ય ઉત્પન્ન કરાવે તેવી અન્ય બેધક વચનાથી ભરેલી દેશના સમાપ્ત. કરી, આ દેશના સાંભળીને ઘણા જીવા વૈરાગ્યરસથી ભીજાયા, અસાર સ'સારને છેાડી દેવા તત્પર થયા અને ક્ષયે પશમ પ્રમાણે ત્યાગભાવ આદર્યું. વીરસેન રાજાને ચિ ંતવેલ પુત્રના મૃત્યુના ઉપાયાથી રાત્રીના સમયેજ વૈરાગ્યરાગ ઉત્પન્ન થયા હતા, તેમાં સાક્ષાત્ તીર્થકર ભગવાન પધારવાથી અને અમૃત જેવી તેમની દેશનાના શ્રવણથી તેને વિશેષ વૈરાગ્ય ઉત્પન્ન થયે, અને પાણીમાં જેમ વસ્ત્ર ઉપરના કાચા ર'ગ ઉડી જાય તેમ તેની સ'સાર ઉપરની વાસના ઉડી ગઇ. અને દીક્ષા લેવા તે તત્પર થઈ ગયા. પ્રભુને થાડા વખત ત્યાં સ્થિરતા કરવા વિન’તિ કરી રાજમ`દિરે આવી મંત્રી વિગેરેને પૂછીને તરતજ તેણે ચિત્રસેનને રાજ્ય આપવાની તૈયારી કરાવી, અને રાજ્યભાર બધા ચિત્રસેન ઉપર નાખ્યા. સવે` મ`ત્રી, અન્ય અધિકારી તથા પ્રજાના આગેવાનને ખેલાવીને તેણે કહ્યું કે: “ હુ મારા પુત્રને મારા બધા ભાર આપું છું. જેવી રીતે તમે સર્વે એ મારી સાથે વન રાખ્યુ છે તેવી જ રીતે તેની સાથે