________________
૫.
સુરસુંદર રાજાએ દીક્ષા લીધી તેમ જાણીને તથા તેના રાજ્ય ઉપર કોઈ વણિક આવેલ છે તેમ સાંભળી ઈર્ષ્યાને લીધે સીમાડાના રાજાએ તેનુ રાજ્ય લઇ લેવાની બુદ્ધિથી સૈન્ય સહિત ત્યાં આવ્યા, તે વખતે મગળકળશે પેાતાના પુન્યના પ્રભાવથી રણુસ’ગ્રામમાં તે સને લીલામાત્રમાં જીતી લીધા, એટલે તે સર્વ શત્રુઓ મિત્રરૂપે થઈ ગયા. પછી તે સુખેથી રાજ્ય પાળવા લાગ્યા. અનુક્રમે ત્રલેાકયસુંદરીને પુત્ર પ્રાપ્તિ થતાં તેનું યશ શેખર નામ પાડયું. પુત્રના જન્મની વધામણીમાં મંગળકળશે સ` જિનચૈત્યેામાં પૂજા, અમારી ઉદ્ઘોષણા અને રથયાત્રા વિગેરે ઘણાં શુભ કાર્યો કર્યાં અને ઉચિતદાન દીધાં.
એકદા તે નગરીના ઉદ્યાનમાં શ્રી જયસિ’હરિ પધાર્યાં. તે સાંભળીને મંગળકુંભ રાજા રાણીસહિત ગુરૂને ઉદ્યાનમાં વાંઢવા આવ્યા. ગુરૂને ત્રણ પ્રદક્ષિણા દઈ ભક્તિપૂર્વક વંદન કરીને તેણે પૂછ્યું કે:-“ હે ભગવન્! મને વિવાહના સમયમાં વિડંબના પ્રાપ્ત થઈ અને મારી રાણીને માથે કલંક આવ્યુ તે કયા કથી ? ” સૂરિ મેલ્યા કે-“ આ જ ભરતક્ષેત્રમાં ક્ષિતિપ્રતિષ્ઠ નામે નગર છે. તેમાં એક સેામચદ્ર નામે કુળપુત્ર હતા. તેને શ્રીદેવી નામે ભાર્યાં હતી. તે બ ંને અરસપરસ પ્રીતિવાળા હતા. સેામચંદ્ર પ્રકૃતિથીજ સદ્ગુણી, સરલ હૃદયવાળે અને સલાકમાં માન્ય હતા. તેની સ્ત્રી પણ તેવાજ ગુણવાળી હતી. તેજ નગરમાં જિનદેવ નામના એક શ્રાવક રહેતા હતા, તેને સેામચંદ્રની સાથે ગાઢ મૈત્રી હતી. એકદા જિનદેવે તેની પાસે પુષ્કળ ધન હતું છતાં પણ અષિક દ્રવ્ય