________________
૫૦
પાસે ગયે. તે વખતે તેનું મુખ ચિંતાથી શ્યામ દેખાતું હતું, તે જોઈ રાજાએ તેને પૂછયું કે:-“અરે મંત્રી ! આજે હર્ષને સ્થાને તમારા મુખ ઉપર વિષાદ કેમ દેખાય છે ?” મંત્રી બે -“હે રાજન ! મારા અશુભ કર્મને લીધે હર્ષને સ્થાને મને શક પ્રાપ્ત થયો છે.” રાજાએ પૂછયું -“શું થયું છે તે જલદી કહો.” તે બે -“હે સ્વામિન્ ! મનમાં હર્ષથી પૂર્ણ થયેલ પ્રાણી જે કાર્યનું ચિંતવન કરે છે તે કાર્યને મહા શત્રુરૂપ થયેલ વિધાતા અન્યથા પ્રકારે જ કરે છે.” આ ઉત્તર મળવાથી રાજાએ ફરીથી દુ:ખનું કારણ પૂછયું. ત્યારે તે મંત્રી દીર્ઘ નિ:શ્વાસ નાંખીને બે કે –હે સ્વામિન્ ! દૈવવડે ઠગા છું, મારે પુત્ર જે હતું તે ગઈ રાત્રેજ આપે નજરે જોયે છે. તેના ઉપર કોઈનો બેટી નજર ન પડે તેથી આજ સુધી તેને બહાર કાઢજ નહતો. ગઈ કાલે જ બહાર કાઢો ત્યારે તે રાત્રીના પ્રસંગે આપની પુત્રીના સ્પર્શથી કેઢીઓ થઈ ગયેલ છે. શું કહેવું અને કેની પાસે પિકાર કરે ?” આ હકીક્ત સાંભળી રાજા પણ દ:ખી થયો. તે મનમાં વિચાર કરવા લાગ્યો કે –“અરે ! ખરેખર મારી પુત્રી શુભ લક્ષણ રહિત હેવી જોઈએ કે જેના શરીરના સ્પર્શમાત્રથી મંત્રીનો આ સુરૂપવાન પુત્ર કુષ્ટી થઈ ગયો. જે કે જગતમાં સર્વે પ્રાણુઓ પોતપોતાનાં કર્મનાં ફળ નેજ ભગવે છે, પરંતુ બીજે પ્રાણ તેનું નિમિત્ત માત્ર પણ થાય છે. કેઈ પણ પુરૂષના સુખદુઃખને ઉત્પન્ન કરવા કે તેને દૂર કરવા કેઈ પણ પ્રાણુ શક્તિમાન નથી, પરંતુ પૂર્વે