________________
૪૨
પ્રમાણે ચિંતા કરતાં તેને વિચાર થયે કે-“મારી કુળદેવી બહુ પ્રભાવવાળી છે. તેની હું આરાધના કરું, તેની કૃપાથી સર્વ વાંછિતની સિદ્ધિ થશે.” આ પ્રમાણે વિચાર કરીને મંત્રીએ વિધિપૂર્વક કુળદેવીની આરાધના કરી. તે પ્રત્યક્ષ થઈને બોલી કે-“હે મંત્રી ! તેં મારું ધ્યાન શા માટે કર્યું છે?” મંત્રીએ કહ્યું કે–“હે માતા ! તમે જ્ઞાનથી બધું જાણે છે, છતાં વૃત્તાંત કહું છું તે સાંભળે. મારે. પુત્ર દુષ્ટ કુષ્ટના વ્યાધિથી પરાભવ પામેલે છે, તેથી તમે એ ઉપાય દેખાડે કે જેથી તે વ્યાધિ રહિત થાય.” દેવીએ કહ્યું કે- “પૂર્વે કરેલા કર્મના ભેગથી જે વ્યાધિ. તેને થયે છે તે દૂર કરવા હું સમર્થ નથી, માટે તારી આ પ્રાર્થના વ્યર્થ છે. તે સાંભળી મંત્રીએ ફરીથી કહ્યું કે
જે તે પ્રમાણે ન બની શકે તે તેના જેવી આકૃતિવાળા અને વ્યાધિ રહિત બીજા કેઈ પુરૂષને કોઈ પણ ઠેકાણેથી મને લાવી આપો, કે જેથી રાજપુત્રી સાથે તેને ભાડે પરણાવી પછી મારા પુત્રને તે કન્યા સોપું અને તે ભાડુતી પુરૂષનું જેમ ઠીક પડશે તેમ કરીશ.” દેવીએ કહ્યું કે –“મંત્રી ! એવી કોઈ સુંદર આકૃતિવાળા બાળકને લાવીને આ નગરીના દરવાજામાં ઘેડાઓનું રક્ષણ કરનારા રાજપુરૂષ પાસે હું મૂકીશ, તેને તારે ગ્રહણ કરવું. પછી તેને માટે જેમ યોગ્ય લાગે તેમ કરજે.” આ પ્રમાણે કહી દેવી અદશ્ય થઈ ગઈ. મંત્રી પણ હર્ષ પામી ભેજનાદિ કાર્યથી પરવારી વિવાહની તૈયારીઓ કરવા લાગે.વળી મંત્રીએ અશ્વપાળ પુરૂષને બેલાવીને