________________
તથા અલંકાર વિગેરેથી તેને શણગારી હસ્તી ઉપર બેસાડી રાજાએ તૈયાર કરાવેલ લગ્નમંડપમાં લઈ ગયા.રાજા તેનું રૂપ જોઈ બહુ આનંદ પામેલેક્સસુંદરી પણ કામદેવ જેવા સુરૂપવાળા - પતિને દેખી આનંદ પામી, અને શુભ મુહૂતે તેમના લગ્ન થયાં, ચાર મંગળ વરતાણું. તેમાં પહેલે મંગળે રાજાએ વરને ઘણાં સુંદર વસ્ત્રો આપ્યાં, બીજે મંગળે આભૂષણે આપ્યાં, ત્રીજે મંગળે મણિ અને સુવર્ણ વિગેરે આપ્યું. અને એથે મંગળે રથ વિગેરે વાહને આપ્યાં. આ રીતે તે દંપતીને વિવાહઉત્સવ
આનંદપૂર્વક પૂર્ણ થયે. વિવાહની ક્રિયા પૂર્ણ થયા છતાં જ્યારે -જમાઈએ વધુને હાથ ન મૂક્યું, ત્યારે રાજાએ પૂછ્યું કે-“હે વત્સ ! હજુ વધારે તમારે શું જોઈએ છીએ?” તે સાંભળી જમાઈએ પાંચ જાતિવંત અશ્વોની માગણી કરી, તેથી રાજાએ તરતજ હર્ષ પૂર્વક તેવા પાંચ ઉત્તમ અશ્વો આપ્યા. ત્યારપછી વાજિંત્રેના નાદ, સુંદરીઓનાં ધવળગીત અને ભાટ ચારણેના જયજય શબ્દપૂર્વક વધૂસહિત મંગળકળશ મંત્રીને ઘેર ગયે. રાત્રીને સમય થતાં મંત્રીના માણસો છાનું છાનું બલવા લાગ્યા કે-“હવે કઈ પણ ઉપાયથી આને અહીંથી શીઘ કાઢી મૂક જોઈએ.” તે સાંભળીને તેમજ આકાર અને ચેષ્ટા વિગેરેથી ભરતારનું ચલચિત્ત દેખીને લેયસુંદરી તેની પાસે જ રહી, તેની પાસેથી જરા પણ દૂર ખસી નહિ. ત્યાર પછી ડીવારે મંગળકળશ દેહચિંતા માટે ઊભે થયે; ત્યારે રાજપુત્રી જળનું પાત્ર લઈ તેની સાથેજ ગઈ. પછી મંગળકળશ ઘરમાં પાછો આવે, પણ તેને ચિંતા થવા હ્માગી.