________________
૪૫
મંત્રીશ્વર! તમે આટલું મેટું અકૃત્ય શા માટે કરે છે? તે. અત્યંત રૂપવાળી રાજપુત્રી કયાં અને તમારે કુષ્ટી પુત્ર કયાં? હું તે આવું કઠેર કાર્ય કદાપિ નહિ કરું. ભેળા માણસને. કુવામાં ઉતારી દેરડું કેણુ કાપે?” આ સાંભળી મંત્રી બે કે-“રે દુષ્ટ ! જે આ કાર્ય તું નહિ કરે, તે હું તને મારા હાથથીજ મારી નાંખીશ.” આ પ્રમાણે કહી તે સુબુદ્ધિ મંત્રીએ હાથમાં ખડ્રગ લઈ મારી નાખવાને તેને ભય બતાવે તે પણું તે મહાકુલિન હોવાથી મંત્રીનું ધારેલ અકૃત્ય કાર્ય કરવાનું તેણે સ્વીકાર્યું નહિ. પછી અન્ય માણસને સમજાવવાથી તથા મંત્રીએ પણ મીઠા શબ્દોથી સમજણ પાડવાથી તેણે છેવટે વિચાર કર્યો કે –“ખરેખર આમજ થવાનું હશે, નહિ. તે પવનમાં ઉડીને ઉજજયિનીથી હું અહીં કેમ આવું? વળી આકાશવાણમાં પણ તેવા શબ્દો સંભળાયા હતા, તેથી મારે આ વાત સ્વીકારવી તેજ એગ્ય છે, કારણકે જે થવાનું હોય. છે તે થાયજ છે.” આ વિચાર કરી તેણે છેવટે મંત્રીને કહ્યું કે–“જે આ નિંદ્ય કાર્યો મારે પરાણે પણ કરવું પડે. તેમજ હોય તો છેવટ મારે એક માગણી કરવાની છે તે તમારે અવશ્ય સ્વીકારવી પડશે.”
તે સાંભળી મંત્રીએ કહ્યું કે-“તારે જે કાંઈ કહેવાનું હોય તે ખુશીથી કહે.” તેણે કહ્યું કે–“રાજા કન્યાદાનાદિકમાં જે કાંઈ વસ્તુ મને આપે તે સર્વની માલિકી મારી જ સમજવી અને તે બધી ઉજજયિનીના માર્ગ પર પ્રાતઃકાળમાં તૈયાર રાખવી.” તેનું આ વચન મંત્રીએ સ્વીકાર્યું. પછી લw સમય આવતાં વસ્ત્ર,