________________
સુબુદ્ધિ મંત્રીને બોલાવીને કહ્યું કે –“હે મંત્રીશ્વર! મેં મારી પુત્રી તમારા લાયક પુત્રને આપી છે, હવે તેનો વિવાહ મહોત્સવ કરો એગ્ય છે.” તે સાંભળી મંત્રીએ કહ્યું કે-“હે સ્વામિન્ ! આવું અગ્ય કેમ બોલે છે ? આપની પુત્રી કે રાજપુત્રને આપવી ગ્ય છે, મારા પુત્રને આપવી એગ્ય નથી. જેનાં કુળ, શીલ વિગેરે સરખાં હોય તેનોજ પરસ્પર વિવાહ ચગ્ય છે, એક પુષ્ટ અને બીજે અપુષ્ટ હોય તેનો સંબંધ ચોગ્ય નથી.” આવાં મંત્રીનાં વચન સાંભળી રાજાએ કહ્યું કે-“હે મંત્રી ! આ બાબતમાં તારે ફરીથી બેલવા જેવું નથી. મેં રાણી સાથે વિચાર કરી તે પ્રમાણે કરવાનો નિર્ણય કર્યો છે, તેથી તે કાર્ય તેજ પ્રમાણે થશે.” આવાં રાજાનાં વચન સાંભળી અન્ય અધિ. કારીઓએ કહ્યું કે-“હે મંત્રી ! આપણે રાજાનું વચન માન્ય કરવું જ જોઈએ.” આવું સાંભળી ઈચ્છા નહિ છતાં પણ મંત્રીએ રાજાનાં વચને પ્રમાણુ કર્યા.
આ બનાવ બન્યા પછી મંત્રી ઘેર ગયે અને ચિંતામગ્ન થઈ લમણે હાથ દઈ બેઠે, અને ચિત્તમાં વિચારવા લાગ્યું કે અરે એક તરફ વાઘ અને એક તરફ નદી એ દુસ્તર ન્યાય મારે માટે થયે છે, કારણકે રાજપુત્રી રૂપમાં દેવાંગના તુલ્ય છે, અને મારા પુત્ર કેહના રોગથી પરાભવ પામેલે છે. બાળપણથી જ તે કુષ્ટી છે, પણ મેં તે વાત ગુપ્ત રાખેલ છે, તે બન્નેનો સંબંધ મારા પુત્રની આવી સ્થિતિ જાણવા છતાં હું કેવી રીતે કરૂં?” આ