________________
૩૯
ચત્યવંદન કરતા હતા. પછી સાધુઓને વાંઢીને વિધિપૂર્વક પ્રત્યાખ્યાન કરી ઉત્તમ મુનિએને તથા અન્ય પાત્રાને દાન આપતા હતા. આ પ્રમાણે દિવસે અને રાત્રીએ શુભ ભાવથી સર્વ સુખદાયી ધમ કૃત્ય આચરવાથી તે શ્રેષ્ઠિ ઉપર શાસનની અધિષ્ઠાતા દેવી સતુષ્ટ થઈ અને પ્રત્યક્ષ થઈને તેણે તેને પુત્રપ્રાપ્તિનું વરદાન આપ્યું. તે વરદાનથી શ્રષ્ટિ મહુ હુ પામ્યા. પછી પુન્યના પ્રભાવથી અને દેવીના વરદાનથી તેજ રાત્રિએ શેઠાણીએ પુત્રના ગભ ધારણ કર્યાં, અને સ્વપ્નમાં મગળ સહિત સુવર્ણ ના પૂર્ણ કળશ જોયા. તેને દેખીને તે જાગી અને પુત્રપ્રાપ્તિનું તે સુચિન્હ જાણી હર્ષ પામી. અનુક્રમે સમય પૂર્ણ થયે શુભ સમયે તેણીએ પુત્ર પ્રસન્થેા. તે વખતે શ્રેષ્ઠિએ મહાત્સવ કર્યાં અને દીનહીન જનાને સુવર્ણ, રત્ન વિગેરેનું દાન દઇ સમગ્ર સ્વજનને એકઠા કરી તેમની સમક્ષ સ્વપ્નને અનુસરે પુત્રનું મંગળકળશ નામ પાડયુ, તે અનુક્રમે વૃદ્ધિ પામતા અને વિદ્યાભ્યાસ કરતા આઠ વર્ષના થયા.
""
એક દિવસે મંગળકળશે તેના પિતાને પૂછ્યું કે“પિતાજી ! તમે હમેશાં સવારે ઉઠીને કઈ દિશાએ જાએ છે ? ” તેના પિતાએ કહ્યું કે-“હું પ્રાત:કાળે હુ'મેશાં દેવપૂજા માટે પુષ્પા વિષ્ણુવા ઉદ્યાનમાં જાઉં છું.” તે સાંભળી પુત્રે કહ્યું-‘હું હંમેશાં હવે તમારી સાથે પુષ્પા લેવા આવીશ.” પિતાએ પ્રથમ ના પાડી, પશુ આગ્રહથી તે હમેશાં સાથે જવા લાગ્યા, માળીએ શ્રેષ્ઠિપુત્ર જાણી સારાં કળા આપીને તેને રાજી કર્યાં. આ પ્રમાણે પુષ્પ લેવા તે હમેશાં જતા