________________
૩૭
વૈભવ એકે શાશ્વતા નથી, હંમેશા મૃત્યુ નજીક ઉભેલ જ છે, તેથી ધર્મને સંગ્રહ કર તેજ મનુષ્યભવ પામ્યાને સાર છે.”
જૈનધર્મને આરાધીને અનેક મનુષ્ય આ ભવમાં અને પરભવમાં સુખનાં ભાજન થયા છે, અને અંતે “મંગળ કળશ” શ્રેષ્ઠીપુત્રની જેમ સિદ્ધિ સુખને પામ્યા છે. શ્રોતાવર્ગો “મંગળ કળશ કેણુ થયે અને જૈન ધર્મ તેણે કેવી રીતે આરાધ્યું?” તેમ પૂછવાથી તીર્થકર ભગવંતે તેની કથા નીચે પ્રમાણે વિસ્તારથી કહી બતાવીઃ
પ્રકરણ ૯મું.
મંગળ કળશની કથા
ઉજ્જયિની નામની મોટી નગરીમાં રિસિંહ નામે રાજા રાજ્ય કરતે હતો. તેને પ્રાણથી પણ વધારે વહાલી સેમચંદ્રા નામે રાણી હતી. તેજ નગરીમાં ધનદ નામને એક મોટો ઝી રહેતું હતું તે અતિ વિનયવાળે, સત્યશીલ, દયાપરાયણ, દેવ-ગુરૂની પૂજા કરવામાં તત્પર તથા પરોપકાર રસિક હતું, તેને સત્યભામા નામે સ્ત્રી હતી. તે ઉત્તમ શિયાળવાળી અને તેના પતિ ઉપર અત્યંત પ્રેમ રાખનારી હતી, તેને કાંઈ પણ સંતતિ ન હોવાથી તે હંમેશાં ચિંતાપરાયણ રહેતી હતી. તેને પતિ પણ તે શેકથી મુંઝાયેલ