________________
૪૦
હતે. થોડા દિવસ પછી એક દિવસ તે એકલેજ વાડીએ પુષ્પો લેવા ગયે, અને માળી પાસેથી સુંદર પુષ્પો લઈ ઘેર આવ્યા પછી તેણે પિતાને કહ્યું કે-“હવેથી હુંજ દરરોજ પુપે લેવા જઈશ, આપ ધર્મધ્યાનમાં નિરંતર તત્પર રહેશે.” શેઠે તેનું વચન કબુલ રાખ્યું. ત્યાર પછી તેજ હંમેશાં પુપે લાવવા લાગ્યો, અને શ્રેષ્ઠિ સુખેથી દેવપૂજા કરવા લાગ્યા. તે વખતે એક અદ્ભૂત વિચિત્ર બનાવ બન્યું કે જેનાથી મંગળકળશના જીવનમાં વિચિત્ર ફેરફાર થયો.
આ જ ભરતક્ષેત્રમાં ચંપા નામની એક મોટી નગરી હતી, તેમાં સુરસુંદર નામનો રાજા રાજ્ય કરતો હતો અને ગુણુવી નામે તેને રાણી હતી. અનુક્રમે તે બન્નેના સંગથી શુભ સ્વપ્નસૂચિત એક પુત્રી તેમને થઈ અને
ક્યસુંદરી એવું તેનું નામ પાડયું. અનુક્રમે વૃદ્ધિ પામતી તે યુવાવસ્થાને પામી, ત્યારે તે બહુ લાવણ્યવાળી અને મનેહર રૂપવાળી થઈ એક વખત તેને જોઈને રાજા હદયમાં તેને માટે વરની ચિંતા કરવા લાગ્યા. ત્યારે રાણીએ તેમને કહ્યું કે –“હે સ્વામિન્ ! આ બાળિકા અમારા જીવિતવ્યનો આધાર છે. તેના વગર અમારાથી છવાય તેમ નથી. માટે આનો વિવાહ આજ નગરમાં કરે છે, બીજે સ્થળે કરે નથી. આપણી નગરીમાં આપણું મંત્રી સુબુદ્ધિના પુત્રને આપણી પુત્રી પરણાવવી ગ્ય છે.” આ પ્રમાણે રાણીનાં વચન સાંભળીને રાજાએ મનમાં વિચાર્યું કે –“અહો! વિવાહાદિકમાં સ્ત્રીઓની ઈચ્છા જ મુખ્ય છે.” રાજાએ ત્યારપછી