________________
પ્રકરણ ૩ જું
મંદિરમાંની પુતળી ઉપર ચિત્રસેનનો રાગ.
મંડપમાં બેઠેલા તે મિત્રોએ આસપાસ જોતાં અને ઉપરનાં ભાગમાં નજર કરતાં દેવાંગના જેવી અતિમનેહર, સુંદર આકારને ધારણ કરવાવાળી એક આકર્ષક પુતળી તેઓએ જોઈ તે કાષ્ટની પુતળીને જોતાંજ રાજકુમાર ચિત્રસેન તે પુતળીનાં રૂપ ઉપર મેહ પામે અને તેને મૂછ આવી ગઈ શિપચાર કરીને રત્નસારે તેની મૂછ દૂર કરી અને સાવધાન કર્યો. પછી આવી રીતે અચાનક મૂછ આવવાનું કારણ તેણે તેને પૂછયું. તે સાંભળીને ચિત્રસેને કહ્યું કે “મને મૂછ આવવાનું કારણ આ પુતળી છે. આ પુતળીનું રૂપ જોતાં મને તેના ઉપર અત્યંત મેહ થયે છે, તેથી આ પુતળી કઈ સ્ત્રીના રૂપ અનુસાર બનાવેલી છે તેની તાકીદે તપાસ કરે, અને જે સ્ત્રીના રૂપ અનુસાર આ પુતળી બનાવી હોય તે સ્ત્રીને મારે અવશ્ય પરણવું છે, તેની સાથેજ મારે લગ્ન કરવા છે. તે સ્ત્રી સાથે મારાં લગ્ન નહિ થાય તે હું કાષ્ટભક્ષણ કરીશ.” રત્નસાર આ હકીકત સાંભળીને મિત્રનાં દુખથી બહુ દુઃખી થયે. અને તેણે કહ્યું કે:-“બંધુ! આ તારું કાર્ય અને તારા વિચારની સફળતા આકાશના પુષ્પની જેમ સુદુષ્કર છે. કારણ કે આ પુતળી કેની બનાવેલી છે અને