________________
તેઓને તેમાં કાંઈ ઉપાય ચાલતું નથી. તમારે મેં કહેલ પૂર્વભવને આ વૃત્તાંત એક ૫ટ ઉપર આળેખીને તેને દેખાડશે, એટલે તેને પુરૂષ ઉપરનો છેષ નાશ પામી જશે અને તે તમને અવશ્ય પરણશે.” આ પ્રમાણે કર્ણને મધુર લાગે તેવી અમૃત જેવી મુનિમહારાજની વાણી સાંભળી તેમને વારંવાર પ્રણામ કરી તે બન્ને મિત્રો ત્યાંથી આગળ ચાલ્યા.
પ્રકરણ ૫ મું.
પદ્માવતી સાથે લગ્ન.
આગળ ચાલતાં રાજપુત્રે મંત્રીપુત્રને કહ્યું કે-“મિત્ર વર્ય ! તે સ્ત્રી પ્રાપ્ત કરવાને ઉપાય હવે તું તાકીદ કર. જેમ બને તેમ તાકિદે તે રાજપુત્રી મને મળે તે ઉદ્યમ હવે તારે કરવો પડશે. રત્નસારે તે સાંભળીને કહ્યું કે “પહેલા આપણે રત્નપુર નગરીએ જઈએ, તે સ્થળે બધું સારૂં થઈ રહેશે, ઈસિત વસ્તુનો સંગ બની જશે.” આ પ્રમાણે નિર્ણય કરીને અનેક સ્થળનાં જુદાં જુદાં કૌતુકે જોતાં તેઓ તે નગરી તરફ ચાલ્યા. અનુક્રમે પ્રયાણ કરતાં તેઓ રત્નપુરની નજીક આવી પહોંચ્યાં, અને નગરની બહાર રહેલ વાવ, કુવા, સરોવર, ઉપવન તથા