________________
૨૪:
વજ્રસાર ધનુષ્ય છે. તે ધનુષ્યને ઉપાડીને તેની મધ્યમાં જે કોઈ કુમાર ખાણને આરેાપશે તેને મારી પુત્રી સ્વયંવરમાં આપવામાં આવશે—મારી પુત્રી સાથે તેનો વિવાહ કરવામાં આવશે.” આ પ્રમાણેનાં રાજાનાં વચનો સાંભળીને તે કુમારા ગવ સહિત અંદર અંદર ખેલવા લાગ્યા કે−અહે। ! આમાં તે શું મેઢુ પરાક્રમ કરવાનું છે ? ધનુવિદ્યા તા આપણી કુળ ક્રમાગત વિદ્યા છે. આ કાય કરવું તે આપણે માટે જરા પણ દુષ્કર નથી.”
આ સમયે સર્વ અવયવા ઉપર ઉત્તમ અલકારા તથા વસ્ત્રાદિ ધારણ કરીને સખીઓના સમુદાય સાથે રાજપુત્રી પદ્માવતી સ્વયં વરમંડપમાં આવી. સેાનાની લાકડી હાથમાં રાખીને પ્રતિહારી તેની આગળ ચાલતી હતી અને તાજા વિકસેલા પુષ્પાની સુંદર વરમાળા તેણે હાથમાં ધારણ કરી હતી. સવ દાસીનો પરિવાર તેની સાથે જુદી જુદી ક્રિયા કરતા હતા. કોઈ તેને મનોહર તાંબુળ ઓપતી હતી, તે કોઈ સુગંધી ૫ ખાવડે તેને પવન ઢાળતી હતી. કેઈ તેના ઉપર છત્ર ધારણ કરતી હતી, તે કોઇ ચામર વીંઝતી હતી. સખીઓના પરિવાથી પરવરેલી પદ્માવતી જ્યારે મ`ડપમાં આવી ત્યારે જેવી રીતે ચંદ્રમા આખા પૃથ્વી મ’ડળ ઉપર કાંતિ ફેલાવે છે, તેવી રીતે તેની કાંતિવડે આખા મ`ડપ શેાભાયમાન થઇ ગયા. મંડપમાં રહેલ ધનુષ્યને દેખીને રાજકન્યા વિચારવા લાગી કે—“અરે ! મારા મન માન્યા પ્રિયપતિ આ ધનુષ્ય ઉપર ખાણુ કેવી રીતે ચઢાવશે ?” આ પ્રમાણે ચિંતાથી આકુળવ્યાકુળ થયેલી તે મંડપના મધ્ય ભાગમાં આવી,