________________
નેહપરાયણ માતા તેને વારંવાર નિહાળવા લાગી અને તેણે શિખામણ આપી કે–
અશ્વશુર જુણા, શરીયા નિરંતરમાં भर्ती देव इवाराध्यः, स्त्रीणां भर्ती हि देवता॥
સાસુ સસરાની નિરંતર સેવા કરજે, ભરતારને દેવની જેમ આરાધજે, ભરતાર તે સ્ત્રીનો ખરે દેવતાજ છે.”
માતાની આપેલ આ શિખામણ હૃદયમાં ધારણ કરીને પદ્માવતીએ વારંવાર સર્વને પ્રમાણ ક્યાં અને રજા લીધી. સિન્ય સહિત તેઓએ પ્રયાણ કર્યું. અને અનેક વન, નગર, ગામ તથા અરણ્યાદિક ઉલ્લંઘન કરતાં તેઓ અનુક્રમે
એક ગહન વનમાં આવી પહોંચ્યા. તે વનમાં એક બહુ મોટું ડિક્ષ તેઓએ જોયું. તેની શાખા, પ્રશાખા અને પાંદડાનો વિસ્તાર બહુ વધી ગયા હતા અને છત્રીનો આકાર તેણે ધારણ કર્યો હતે. તે વૃક્ષની નીચે સૈન્ય પડાવ નાખે, અને તેની શીતળ છાયામાં સર્વે વિશ્રામ લેતા બેઠા. અનુક્રમે રાત્રી પડી અને સર્વે સૈનિકે સુખપૂર્વક નિદ્રા લેવા લાગ્યા. રાજકુમાર પણ માર્ગના શ્રમથી ભ્રમિત થયેલ પત્ની સહિત નિદ્રાધિન થયે. હસ્તમાં પગ રાખીને મંત્રીપુત્ર રાજપુત્રની રક્ષા કરવા માટે સાવધાન થઈને બેઠે, અને આસપાસ નિરીક્ષણ કરવા લાગ્યા. તે વૃક્ષનો અધિષ્ઠાતા ગોમુખ યક્ષ હતું, તેને તે વૃક્ષ ઉપર વાસ હતા, અને દેવી ચકેશ્વરી તેની સાથે રહેતા હતા. તે યક્ષ અને યક્ષિણીએ કુમારને દીઠે, તે વખતે