________________
૩૩
તેથી તે અશ્વ તેણે બદલી નાંખીને કુમારને બેસવા આપે. ધામધૂમથી કુમારનું સામિયુ કર્યું, અને ભાટ-ચારણે બિરૂદાવળી બોલવા લાગ્યા, જુદી જુદી જાતનાં વાજીંત્રો વગડાવવામાં આવ્યા અને “જય જય” શબ્દથી લેકે કુમારને વધાવવા લાગ્યા. આખા પરિવારને સાથે લઈને આગળ ચાલતાં તેઓ નગર પ્રવેશના દરવાજા પાસે આવ્યા. દરવાજા નજીક કુમારને અશ્વ ગયે, કે તરત જ મંત્રીપુત્રે કુમાર જે અશ્વ ઉપર બેઠેલ હતો તે અશ્વના મોઢા ઉપર એક જોરથી ચાબુક મારી, એટલે અશ્વ એકદમ પાછા હઠ, અને તે ક્ષણે જ દરવાજે તૂટી પડયે. કેટલાક નગરના લેકે તેની નીચે દબાઈ ગયા. લોકોમાં હાહારવ થઈ ગયે, અનેક જાતની કુશંકાએ લોકો કરવા લાગ્યા, રાજ વિલખ થઈ ગયે, અને મૃત્યુના ભયમાંથી કુમારનું મિત્રે રક્ષણ કર્યું. રાજાના હૃદયમાં બહુ આશ્ચર્ય થયું. ખેદ પણ થયે, છતાં તે બધું મનમાં સમાવી દઇને કુમારને તે રાજમહેલમાં લઈ ગયા. કુમારે તે ક્ષણે થયેલ ક્રોધ છેડી દીધે, અને વિનયપૂર્વક રાજાની સાથે મહેલમાં આવ્યું. અપરમાતા વિમળાદેવીને મળવા તરતજ કુમાર અંતઃપુરમાં ગયા અને વિનયથી તેને પ્રણામ કર્યા. તેના તથા પુત્રાદિક સર્વના કુશળ સમાચાર પૂછી વિનયથી ફરીવાર નમસ્કાર કરી કુમાર પિતાના મંદિરે આવ્યું.
દુષ્ટ ચિત્તવાળી હદયમાં ઈષ્ય ધારણ કરતી અપરમાતા તે કુમારનો બચાવ થવાથી અને સલામત મહેલમાં આવવાથી દુધ્ધન કે વા લાગી, અને વિષમય માદક ખવરાવીને હવે ચિ. ૫. ૩