________________
તેણે ઉપાડયું, દૈવાએ તે ચૈાગ્ય પતિ હાવાથી ધનુષ્ય ઉપાડવા દીધું, તેણે શરસંધાન યુ, અને આખી સભા જાણે કે ચિત્રમાં ચિતરેલ હાય તેમ શરસધાન કરતાં તેને જોઈ રહી. પેાતાને મનેારથ પૂર્ણ થવાથી શજપુત્રી બહુ હુતિ થઈ. અને કામખાણુથી પીડાયેલી તે તરતજ ઉતાવળે પગલે કુમા રની નજીક ગઇ અને તેના કંઠમાં વરમાળા આરોપી.
આ અજ્ઞાત પુરૂષના કંઠમાં વરમાળા આરેાપવાથી બધા રાજકુમારી કોપાયમાન થઈ ગયા અને શસ્ત્રો ગ્રહણુ. કરીને તે કુમારને મારવા દોડયા. તે ખેલવા લાગ્યા કે“ અરે અધમ ! નીચઅજ્ઞાત કુળવાળા ! દુરાત્મન ! તુ આ કન્યા કેવી રીતે લઈ જઈશ? અમે ઉત્તમ કુળવાળા અત્રે હાજર છતાં તારાથી આ રાજન્યા કેવી રીતે લઈ જવાશે ? આ પ્રમાણે ખેલતાં તેએ તેની સાથે લડવા તૈયાર થઈ ગયા. વિનયગુણુથી પ્રાપ્ત થયેલ યક્ષના વરથી કુમાર પણ શીઘ્ર તેની સામે લડવા તૈયાર થયો. તેઓની વચ્ચે દારૂણ યુદ્ધ થયું, તે યુદ્ધમાં એકાકી ચિત્રસેને ઘણા મૃગલાઓને જેમ એકજ સિંહુ હઠાવી દે તેમ સર્વે ને હઠાવી દઇ તે સર્વને તેણે જીતી લીધા. પદ્મરથ રાજા પણ તે સને નિવારવા લાગ્યા, તેવે સમયે એક ભાટ કુમારની બિરૂદાવની મેલ્યો કે—‹ અહા ! વસંતપુરના રાજા વીરસેનના પુત્ર કળા તથા વિદ્યાને પાર પામેલ આ ચિત્રસેન કુમાર ઘણુ' જીવો.” આ પ્રમાણેની ખિરૂદાવળી સાંભળીને પદ્મરથ રાજાએ સને કહ્યું કે-“અરે! જરા સબુર કરા, સબુર કરા,