________________
કાશમીરને રાજા મનમાં અહંકાર રાખતો અને મૂછ ઉપર હાથ ફેરવતે તે ધનુષ્ય પાસે ગયે, ત્યારે તેણે દેવાધિષ્ઠિત તે ધનુષ્યને ચેતરફ અગ્નિથી વીંટાયેલ દેખ્યું, જેથી ધનુષ્યને સ્પર્શ પણ કર્યા વગર તે પિતાના આસન તરફ પાછા વળી ગયે.
આ પ્રમાણે ઘણા રાજાઓ અને કુમારે તે ધનુષ્યની નજીક ગયા, પણ જુદા જુદા કારણેથી તે દેવાધિષ્ઠિત ધનુષ્યને કઈ પણ ઉપાડી શકયું નહિ–તેને કેઈ સ્પર્શ પણ કરી શકયા નહિ. આ પ્રમાણે થવાથી પદ્મરથ રાજા વિચારમાં પડી ગયા કેમારી પ્રતિજ્ઞા કેણ પુરી કરશે ? આ મંડપમાંથી કઈ પુરી કરી શકશે કે નહિ?” કુમારીને વિચાર થવા લાગે કે – “અહો ! આ કુમારેમાંથી કઈ પિતાશ્રીની પ્રતિજ્ઞા પૂર્ણ કરતું નથી. વળી આ મંડપમાં મારા ધારેલ પ્રિયતમ કોઈ સ્થળે દેખાતું નથી, તેથી આ મંડપને આડંબર બધે નકામે જશે તેમ લાગે છે.” આ પ્રમાણે તે વિચારતી હતી. તે સમયે ગુપ્ત વેશમાં તેણે પોતાના પ્રિયતમને મિત્રની સાથે દેખે, તરતજ તેના મરાય વિકસ્વર થયા અને મનમાં તેને અતિશય હર્ષ થયે. આ બધું કુતૂહલ જેતે ચિત્રસેન મનમાં આનંદ પામતે મિત્રને કહેવા લાવ્યું કે“મિત્રવર્ય! તારી સહાયથી હું બાણનું ધનુષ્ય ઉપર અવશ્ય આરોપણ કરીશ અને ઈચ્છિત કાર્યની સિદ્ધિ થશે.” આ પ્રમાણે કહીને ચિત્રસેન ધનુષ્યની નજીક ગયે અને જિને. શ્વર ભગવાનને નમસ્કાર કરી તથા પંચપરમેષ્ઠીને સંભારીને ધનંજય યક્ષનું તેણે સ્મરણ કર્યું. પછી તરત જ તે ધનુષ્ય