________________
તેને મૂછી આવી ગઈ. શીતપચારથી સખીઓએ તેને સચેતન કરી ત્યારે તે વિચારવા લાગી કે –“અહો ! હંસનું મારા કારણે જ મૃત્યુ થયું. મારે વિયેગ ન સહન થવાથી તેણે દાવાનળમાં ઝંપાપાત કરી મૃત્યુનું શરણ સ્વીકાર્યું. અહે! મેં વિચાર્યા વગર જ તે સમયે પુરૂષ જાતિ ઉપર દ્વેષ કર્યો, અને તેને પરિણામે આ ભવમાં હું પુરૂષષિર્ણ થઈ. આ ચિત્ર ખરેખર તે હંસના જીવેજ મને જાગ્રત કરવા બનાવેલ જણાય છે. આ પ્રમાણે તે સખીઓ સાથે વાતચિત કરતી હતી તે વખતે મિત્રને સાથે લઈને ચિત્રસેન કેઈ સ્થળે ચાલ્યો ગયો. ગવાક્ષમાંથી નીચે જતાં જ્યારે તેણે ચિત્રવાહક તથા તેની સાથે રહેલ કુમારને દેખે નહિ, ત્યારે તે એકદમ બેલી ઉઠી કે –“અહે! આ નીચે ઉભા રહેલ મારું મન ચેરી જનાર અને મારા ચિત્તને આકર્ષનાર તે મારા પ્રિયતમ કયાં ચાલ્યા ગયા ? અરે સખીઓ ! તેને તાકીદે અહીં લાવે, તેની તપાસ કરે અને જે સ્થળેથી તે મળે ત્યાંથી તેને જલદી અહીં મારી સમક્ષ લાવે.” આ પ્રમાણે તે વિલાપ કરવા લાગી, અને પ્રિયતમના ચાલ્યા જવાથી અત્યંત દુઃખિત થઈને તે શેક કરતી હતી, તે વખતે સખીઓએ મધુર વાવડે તેને આશ્વાસન આપ્યું અને શત કરી.
ત્યાર પછી પુત્રીને યોગ્ય વરની પ્રાપ્તિ થાય તે માટે પવરથ રાજાએ સ્વયંવર મંડપ રચા અને અનેક સ્થળનાં રાજાઓ અને કુમારને સ્વયંવરમાં નોતર્યા. અનેક રાજાએ અને કુમારે ઉત્તમ અલંકાર અને વસ્ત્રાદિ ધારણ કરીને પદ્માવ