________________
ચિત્ર તેણે તૈયાર કરાવ્યું. “જ્યારે પુન્યને ઉદય થાય છે ત્યારે માણસને અવશ્ય ઈચ્છિતની પ્રાપ્તિ થાય છે.”
રત્નસાર તે ચિત્રપટ્ટને હાથમાં લઈને ભમવા લાગ્યા અને ગીતનાદપૂર્વક તે લોકોને રંજન કરવા લાગ્યો. આ ચિત્ર અતિ મનોહર હતું, તેની વાત તથા તે સાથે ગવાતા ગાયનની હકીકત આખા નગરમાં ફેલાઈ ગઈ. અનુક્રમે તે ગાયનની હકીકત પદ્માવતીના કર્ણદ્વાર સુધી પહોંચી અને તે ચિત્રપટ્ટ જેવાની તેને અત્યંત ઉત્કંઠા થઈ. તેણે તે ચિત્રપટ્ટને પિતાના આવાસમાં મંગાવ્યું અને તેને જોતાં જ તે કુમાર ઉપર એકદમ અનુરાગવાળી થઈ ગઈ. તેણે તે ચિત્રપટ્ટમાં ઉત્તમ વન, અનેક કમળાથી શોભતું મને હર સરોવર, તેની નજીક રહેલ વટવૃક્ષ, હંસ-હંસીનું યુગલ, હંસીને થયેલ અપત્ય પ્રાપ્તિ, વનમાં લાગેલ દાવાનળ, હંસી તથા તેના બાળકને લાગેલ તૃષા, તેમને છેડીને હંસનું પાણી માટે ગમન, પાંખમાં પાણું લઈને આવતે હંસ, વિગેરે બધી હકીકત તેણે લયપૂર્વક તે ચિત્રપટ્ટમાં જોઈ. વળી બાળક સહિત દાવાનળમાં હંસીનું થયેલ મૃત્ય તથા હંસનું ત્યાં પુનરાગમન થતાં પત્ની તથા બાળકોને મૃત્યુ પામેલ જોઈને હંસને થયેલ અત્યંત સંતાપ પણ તેણે જોયે. વળી વિગ દુઃખથી દુઃખિત થયેલ હંસને દાવાનળમાં ઝંપાપાત કરતે જોઈને તેને અત્યંત આશ્ચર્ય અને ખેદ થયે. આ પ્રમાણેનું સુંદર ચિત્રપટ્ટ લક્ષ્ય પૂર્વક જોતાં અને તેને ઉહાપોહ કરતાં તે રાજપુત્રીને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું, અને તરત જ તે પૃથ્વીતળ ઉપર પડી ગઈ,