________________
૧૯ આરામગૃહે જોતાં જોતાં તેઓ આગળ વધ્યા. છેવટે તેઓ તે નગરના દરવાજા નજીક આવી પહોંચ્યા. તે વખતે સંધ્યાસમય થતાં ધનંજય પક્ષના મંદિર પાસે તેઓ આવ્યા. અને એક ખુણામાં વિસામે લેવા અને રાત્રી પસાર કરવા તેઓ બેઠા. જે દિવસે તેઓ તે મંદિરમાં રહ્યા તે કાળીચૌદશની રાત્રી હતી, તેથી રાત્રે તે મંદિરમાં ભૂત, વેતાલ, રાક્ષસ, કિન્નરો વિગેરે ઘણું એકઠા થયા. આ પ્રમાણે પ્રત્યેક માસની અંધારી ચતુર્દશીએ તેઓ એકઠા થતા હતા, અને ગીત તથા વાઘ સહિત નૃત્ય કરીને તેઓ આનંદ મેળવતા હતા. જ્યારે મૃદંગનો અવાજ થયા ત્યારે કુમાર ચિત્રસેન નિદ્રામાંથી જાગી ગયું અને પોતાના હૃદયમાં અતિશય નિમય પામતે તે કુતૂહલ તથા નૃત્યાદિ જેવા લાગે. કઈ સુંદર વીણા વગાડતું હતું, અને કેઈ સુંદર નાચ કરતું હતું. આ કૌતુક જેવાથી કુમારનું ચિત્ત બહુ આકર્ષાયું, અને સાહસપૂર્વક હૃદયમાં ધર્મ ધારણ કરીને હાથમાં તરવાર લઈને તે તેઓની સભાની મધ્યમાં ગયો. તેને દેખીને બધા દેવે વિસ્મયપૂર્વક તેના તરફ જેવા લાગ્યા, અને “મનહર આકૃતિવાળે આ કેણ છે?” તેમ પરસ્પર તેઓ પૂછવા લાગ્યા. તે વખતે ધનંજય યક્ષે કહ્યું કે “મંદિરમાં રહેલ આ મારો અતિથિ છે, તેથી તેનું આતિથ્ય કરવું તે આપણું ફરજ છે. આગંતુકનું આતિથ્ય કરવું તે સંપુરૂષની ફરજ છે.” યક્ષનાં આવાં વચન સાંભળીને સમય જાણનાર કુમાર તરત જ અંજળી જેડી સર્વને પ્રણામ કરી સુંદર મિષ્ટ વચનેવડે બોલ્યા કે—