________________
નીય કર્મના પરિણામે પૂર્વનાં અભ્યાસથી મન તેના તરફ ખેંચાય છે. આ પ્રમાણે હોવાથી ચિત્રસેનનું મન તેની પૂર્વ ભવની પત્ની તરફ આકર્ષાયું છે. આ પ્રમાણે પૂર્વભવને વૃત્તાંત સાંભળીને ચિત્રસેનને તરતજ જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. પિતાને પૂર્વભવ તેણે દીઠે, મુનિએ કહ્યું તદનુસાર સર્વ અનુભવ્યું અને હાથમાં રહેલ આમળાની જેમ સર્વ વૃત્તાંત તેને દષ્ટિગોચર થા. મુનિમહારાજને તેણે પુનઃ પુનઃ પ્રણામ કર્યા અને કહ્યું કે –“હે ઉપકારી મુનિરાજ ! આપે કહેલ બધી હકીક્ત બરોબર સત્ય છે. મારા પૂર્વભવમાં તેજ પ્રમાણે બનેલ છે, આપે આટલી કૃપા કરી તે વિશેષ કૃપા કરીને આપ જણાવે તે મારી પ્રિયા મને મળશે કે નહિ? અને મળશે તે કેવી રીતે મળશે?” મુનિ મહારાજે કહ્યું કે-“હાલ તો તે તેના પિતાને ઘેર રહે છે, પણ તે પુરૂષષિણી થઈ ગઈ છે. કઈ પણ પુરૂષનું નામ સુદ્ધાં તેને રુચતું નથી.” પુરૂષષિણી થવાનું ચિત્રસેને કારણ પૂછ્યું, તેના ઉત્તરમાં મુનિએ કહ્યું કે-પૂર્વભવને વૃત્તાંતજ આ બાબતમાં કારણભૂત છે. જ્યારે હંસીના ભવમાં તે દાવાનળથી બળી મરી ત્યારે તેણે વિચાર્યું હતું કે અહે! હંસ કે રવાથી મારા અને બાળક ઉપરના સ્નેહને છેડી દઈને પોતાને જીવ બચાવવા હંસ સ્વાથી થઈને ચાલ્યા ગયે. અહે! પુરૂષપણને ધિક્કાર છે !” આ પ્રમાણે પુરૂષ તરફ ગતભવમાં થયેલ શ્રેષને પરિણામે તે આ ભવમાં પુરૂષÀષિણી થઈ છે. તેના આવા વર્તનથી તેના માતાપિતાને અત્યંત સંતાપ થાય છે, પણ ચિ. ૫. ૨