________________
આવ્યા. તેમને દેખીને હર્ષથી ઉભરાઈ જતા હૃદયવડે તે સાર્થવાહે તેમને ભિક્ષા માટે આમંત્રણ કર્યું અને તે ઉત્તમ મુનિમહારાજને પ્રાસુક અન તેણે ભક્તિપૂર્વક વહેરાવ્યું. તે વખતે એક હંસ-હંસલીનું જોડલું પાસેના વૃક્ષ ઉપર બેઠેલા હતું, તેણે તે સાર્થેશથી અપાતા દાનની મનમાં બહુ અનુમેદના કરી, અને તેવા શુભ ભાવવડે તે બંનેએ મોટું પુન્ય ઉપાર્જન કર્યું. તેજ વનમાં એક મોટું વડનું ઝાડ હતું, તે વૃક્ષ ઉપર તે હંસ–હંસીએ હંસીને પ્રસૂતિ સમય નજીક હોવાથી એક માળે બાંધે, અનુક્રમે તે હંસીએ બે બાળકોને જન્મ આપે. પરમ સનેહથી યુક્ત તે બંને હંસ હંસી તેમને અહર્નિશ પિષતા હતા. એક વખતે તે વનમાં અંદર અંદર વૃક્ષે ઘસાવાથી સર્વને બાળી નાંખે તે, મહા ભયંકર દાવાનળ ઉત્પન્ન થયે. તે દાવાનળના તાપથી આકુળ વ્યાકુળ થઈ જઈને હંસે હંસીને કહ્યું કે –“હું બંને બાળકેની રક્ષા કરૂં છું. તું તાકીદે જઈને પાણી લઈ આવ.” તે સાંભળી હંસીએ કહ્યું કે “હું બાળકેની રક્ષા કરીશ, તમે જઈને જલદી પાણી લઈ આવે. બાળકના પાલનમાં જેવી માતા સમર્થ હોય છે તેના પિતા હોતા નથી.” આ પ્રમાણે હંસીનાં વચને સાંભળીને સનેહથી આદ્ર થયેલ ચિત્તવાળે હંસ તુરત જ સર્વને માટે પાણી લેવા ગયે, અને એક સરોવરમાંથી ચાંચમાં પાણી ભરીને આવતું હતુંપરંતુ દાવાનળથી તેને આવતાં કાંઈક ઢીલ થઈ ત્યારે હંસી અત્યંત તાપથી તુષિત થયેલ હોવાથી વિચારવા લાગી કે –“અહો