________________
૧૪
પ્રકરણ ૪ થું.
ચિત્રસેનને પૂર્વભવ.
ક, કલહથી કીડા કરતા તે
આ ભરતક્ષેત્રના દ્રવિડ દેશમાં ચંપાનગરીની નજીકમાં એક બહુ સુંદર ચંપકવન હતું. તે વનમાં ચપ, અશેક, પુન્નાગ, લવંગ, અગર, ચંદન, સહકાર વિગેરે અનેક પ્રકા૨નાં વૃક્ષો ઉગેલાં હતાં, તે વનની અંદર સુંદર મીઠા પાણીથી ભરેલ, આસપાસ પગથીઆથી શેભતું એક સુંદર સરોવર હતું. તે સરોવર કમળનાં પુષ્પ સમૂહથી અલંકૃત હતું. વળી તે સરોવરમાં હંસ, કલહંસ, ચક્રવાક, બગલા, સારસ વિગેરે અનેક જાતનાં પક્ષીઓ આનંદથી ક્રીડા કરતા હતા. એક વખતે કેઈ એક મોટો સાર્થવાહ ફરતે ફરતે તે સરોવરની નજીક આવ્યો, અને પિતાના સાર્થની સાથે ત્યાં તેણે પડાવ નાંખે. તે સુંદર સરોવરમાં સ્નાન કરીને સાથે રહેલ જિનેશ્વરનાં બિંબની યથાવિધિ પૂજા કરીને જોજનને સમય થતાં “જે કઈ અતિથિ મળી જાય તે તેને જમાડીને જમું” તેવી ઈચ્છાથી દિશાનું અવલોકન કરવા લાગ્યા. સરે. વરના તટ ઉપર ઉભા રહીને તે શુભભાવથી આસપાસ જેવા લાગે, તે સમયે તેના મહાપુન્યથી આકર્ષાઈને એક માસક્ષમણ કરનાર મહામુનિરાજ પારણા નિમિત્તે તે સ્થળે