________________ સંતાઈ ગયે, અને તેણે રાજપુત્રીને બરાબર નિહાળી તેના અદ્ભૂત મનહર રૂપથી તે તેના ઉપર મેહિત થયે, તેનું ચિત્ત તેના તરફ આકર્ષાયું અને તેણે વિચાર્યું કે “આ તે શું કિન્નરી હશે ? કે નાગકન્યા હશે ? કે વિદ્યાધરી હશે ? આવું સુંદર રૂપ મનુષ્ય સ્ત્રીમાં હોય તે ખરેખર આશ્ચર્ય છે. આવા ઉત્તમ રૂપ અને ગુણવાળી છતાં આ કન્યા કેવી રીતે આવા દોથી દૂષિત થઈ પુરૂષ પ્રેષિણી તે કેમ થઈ હશે ? તેના બધા ગુણે નિરર્થક થઈ ગયા છે. કહ્યું પણ છે કે - यथा दिनं विना सूर्य, विना दीपेन मंदिरं / यथा कुलं विना पुत्रं, तथा नाथं विना स्त्रियः // “જેવી રીતે સૂર્ય વિના દિવસ, દીપક વિના ઘર અને . પુત્ર વિના કુળ શેભતું નથી, તેવી રીતે નાથ-પતિ વગર સ્ત્રી શેભતી નથી.” આ પ્રમાણે ખાનગીમાં છુપાઈ રહેલ સાગર વિચાર કરતે હત, તે વખતે શ્રી શાંતિનાથને નમસ્કાર કરીને રાજપુત્રી પિતાના સખીવૃંદની સાથે ગૃહ તરફ ગઈ. પછી શાંતિનાથની ભક્તિ કરીને, અને યથાશક્તિ સંઘની પૂજા કરીને સાગર કૃતકૃત્ય થઈને યાત્રા પૂર્ણ કરી પિતાને ગામ પાછો આવ્યે. આ સાગર બહુ કુશળ સૂત્રધાર હતું. તેણે સ્વદેશમાં