________________
અને કંચન-મણિ તથા ધાન્યધનાદિથી ભરપુર હતા. તે નગરમાં વિશ્વકમાંના અવતાર જે ગુણ નામને એક સુતાર રહેતું હતું, અને ગુણશ્રી નામે તેને પત્ની હતી. તેને ધનદેવ, ધનસાર, ગુણદેવ, ગુણાકર અને સાગર નામના કળાના સમુદ્ર જેવા અને ઉત્તમ ગુણોથી અંકિત થયેલા પાંચ પુત્રો હતા. આ સર્વે પુત્રોને તે દેશની ને કાળની રીતિ અનુસાર તેણે અભ્યાસ કરાવ્યું હતું, અને બધાને પરણાવીને યોગ્ય ઉંમરે બધાને જુદા કર્યા હતા.
આ પાંચે બંધુઓમાં નાનભાઈ સાગર હતું તે મહા વિચક્ષણ અને બુદ્ધિશાળી હતા, અનેક જાતની કળાએ કેળવી શકે તે હેતે, સત્ય અને પ્રમાણિકપણાથી શેલતે અનેક ગુણેથી ભરપુર હતું અને હમેશાં જૈન ધર્મમાં રક્ત હતા. તેને મધુર બેલનારી, પતિના ચિત્તને જ અનુસરનારી સત્યવતી નામની પત્ની હતી. તે સમયે પદ્મ પુર નગરમાં પદારથ નામે રાજા હતું, તેને પદ્મશ્રી નામે પત્ની-રાણી હતી, અને તેમને પદ્માવતી નામે એક પુત્રી હતી. તે પુત્રી અનેક ગુણેથી શોભતી હતી. વિદ્યાવડે સાક્ષાત્ સરસ્વતી જેવી દેખાતી હતી, અને અનેક કળાઓમાં કુશળ હતી, અને યૌવનવય પ્રાપ્ત થતાં અતિ મનોહર આકર્ષક રૂપવાળી તે જણાતી હતી. એક વખતે રાજસભામાં આવેલી તે રૂપવંતી પુત્રીને યૌવનવય પ્રાપ્ત થયેલી દેખીને રાજાને તેને માટે યેગ્યવર પ્રાપ્ત કરવાની ચિંતા થઈ કુલ, શીલ, વય અને દેહથી
૧. નવી નવી વસ્તુઓ અને યંત્રો બનાવવામાં કુશળ