________________
કેણે બનાવી છે તે આ અટવીમાં કશું કહેવા સમર્થ છે? માટે આ આગ્રહ છોડી દે અને દેશાટન કરવા માટે આપણે ધારેલ ઈછા પાર પાડવા આગળ વધવું જોઈએ.” ૨સારને અતિશય આગ્રહ છતાં રાજહઠ હેવાથી રાજપુત્ર કઈ રીતે સમજે જ નહિ, અને તે પુતળીને અનુસાર રૂપવાળી સ્ત્રીને પરણવાને આગ્રહ ચાલુ રાખ્યું. સૂર્યોદય થયે ત્યારે પણ રાજપુત્રે પિતાને આગ્રહ ચાલુ રાખે, અને તે સ્થળ છોડીને ચાલવાની સ્પષ્ટ ના પાડી. તે વખતે રાજપુત્રના પુન્યાગથી એક ચાર જ્ઞાન ધારણ કરવાવાળા મુનિમહારાજ મંદિરમાં દર્શનાર્થે પધાર્યા. આદીશ્વર ભગવાનની મૂતિને નમસ્કાર કરીને તેઓ બહારના મંડપમાં બીરાજ્યા, એટલે અને મિત્રોએ તે મુનિ મહારાજને વંદના કરી, અને વિનયપૂર્વક અંજળી જેડીને તેઓ તેમની સન્મુખ બેઠા. મુનિ મહારાજે પણ અવસરચિત તેમને દેશના આપી, દેશના પૂર્ણ થયા પછી રત્નસાર મંત્રીપુત્રે મુનિમહારાજને ફરીવાર પ્રણામ કરીને પૂછ્યું કે “મહારાજ! આ મંડપમાં રહેલ આ પુતળી સૂત્રધારે મન કલ્પિત ઘડેલી છે, કે કઈ સુંદરીના રૂપને અનુસરીને ઘડેલી છે ? અને કઈ સ્ત્રીને રૂપને અનુસરીને ઘડેલી છે? તે કૃપા કરી જણાવે.” મુનિમહારાજે આ પ્રશ્ન સાંભળીને કહ્યું કે –“વત્સ ! કર્ણને સુખ આપનાર આ પુતળીનું અદ્ભુત વૃત્તાંત તમે સાંભળે.”
ધન ધાન્યથી ભરપુર, કંચનપુર નામનું એક સુંદર નગર છે, તે સ્થળમાં ચાર વર્ણના લકે સુખેથી રહેતા હતા,