________________
પ્રવાસથી તથા શ્રમ લાગવાથી રાજપુત્રને તરત જ નિદ્રા આવી ગઈ. અને રત્નસાર તેની રક્ષા કરવા તેની પાસે હાથમાં ખગ ધારણ કરીને જાગતા બેઠા. તે વખતે દૂરથી તેણે કિન્નરની સ્ત્રીઓના ગાયનના અવાજ સાંભન્યા. એટલે તરત તેણે ચિત્રસેનને જગાડયા. ચિત્રસેન ખાળપણથીજ બહુ કૌતુકપ્રિય હતા, આશ્ચય કારક ઘટનાએ જોવામાં તેને બહુ પ્રેમ હતા, તેથી જે દિશાએથી સ‘ગીતના અવાજ આવતા હતા તે દિશા તરફ જવા તેણે મિત્રને આગ્રહ કર્યાં. તેણે મિત્રને કહ્યું કે:- હું આ કૌતુક જોવા જાઉ છુ. અને તું અત્રે શાંતિથી એસજે. ’ મિત્રે તેને એકલા જવા દેવાની ના પાડી પણ વળી ‘ક્ષત્રિયને ભય શે?” તેમ કહી તેણે તે દિશા તરફ જવાના આગ્રહ ચાલુ રાખ્યો, તેથી છેવટે અને મિત્રો તે દિશા તરફ ચાલ્યા. અનુક્રમે ચાલતાં તેઓએ તે વનના મધ્યભાગમાં એક સુંદર શ્રી યુગાદિદેવનું મંદિર જોયું, અને તે મંદિરના ગર્ભગૃહમાં અનેક દેવ-દેવીઓ તથા કિન્નરાના વંદને `પૂર્ણાંક પ્રભુની ભક્તિ કરતાં તેઓએ જોયાં. તે સ્થળે તેએ અષ્ટાનિકા મહેાત્સવ કરતા હતા, અને દેવીએ નૃત્ય કરતી હતી અને મધુર સ્વરવડે જિનેશ્વર ભગવાનના ગુણગાન કરતી હતી. જિનેશ્વર ભગવાનને નમસ્કાર કરીને અનં વિધિપૂર્વક તેમની સ્તવના કરીને અને મિત્રો આનંદ પૂર્વક દેવાંગનાઓના નાચ જોતાં અને ગાયના સાંભળતાં મંદિરના મ`ડપમાં બેઠાં, અનુક્રમે દેવ-દેવીએ પ્રભુની ભક્તિ કરીને વિસર્જન થઈ.