________________
૧૩
આવીને કૌતુકથી પદ્માવતીના રૂપના અનુસારજ એક સુંદર કાષ્ટની પુતળી બનાવી, અને આ સ્થળે તેણે તેને સ્થાપન કરી.”
આ પ્રમાણે તે પુતળીના વૃત્તાંત સાંભળીને રાજપુત્રને તે રાજપુત્રી તરફ ક્રીથી પણ બહુ મેહુ થયા, અને મૂર્છા આવવાથી તે ફરીથી ભૂમિ ઉપર પડી ગયા. શિતે પચારથી તે સચેતન થયે, ત્યારે તેના દુઃખથી રત્નસાર પણ બહુજ દુ:ખી થયા, અને તેણે મુનિમહારાજને ફરીથી પૂછ્યુ કેઃ— મહાત્મન્ ! આ મારા મિત્રને આ પુતળી દેખવાથી મૂર્છા આવી ગઈ, અને તે ભૂમિ ઉપર પડી ગયા તેનું શું કારણ ? તે આપ કૃપા કરીને જણાવે. મને આ બનાવથી બહુ આશ્ચર્ય લાગ્યું છે. એક કાષ્ટની પુતળી દેખીને મૂર્છા આવી જાય તે મહા ચમત્કારી હકીકત છે, તેા તેનું કારણુ જણાવી મારા મનમાં રહેલ સદેહ દૂર કરવા કૃપા કરો.” આ પ્રમાણેની વિનતિ સાંભળીને મુનિમહારાજ અમૃત જેવી મીઠી વાણીવડે મેલ્યા કે:-વત્સ ! તારી ઈચ્છા છે તા સાંભળ-પૂર્વભવમાં જે બનાવ તારા મિત્રના સંબંધમાં અન્ય છે તે ખરાખર હું તને કહી સ ંભળાવું છુ.”