________________
૬
મ’ત્રીપુત્ર રત્નસારે ચિત્રસેનને આગ્રહપૂર્વક ઉદ્વેગનુ કારણ પૂછવાથી તેણે પિતા પાસે રાજદરબારમાં બનેલી હકીકત કહી સંભળાવી અને દેશાટનમાં જવાને પિતાના હુકમ અને પેાતાના નિણૅય જણાવ્યેા. આ બધી હકીકત સાંભળીને રત્નસારે કહ્યું કેઃ–“ મિત્ર! તારા વિના હું એક ક્ષણ પણ જીવી શકું તેમ નથી. આપણાં દેહ જુદાં જુદાં છે, પણ જીવ ખનેના એકજ છે, તેથી મારા તે નિશ્ ય છે કે સુખ કે દુઃખ જે કાંઈ આવી પડે તે જીવિત પર્યંત મારે તારી સાથે જ સહન કરવાનુ છે. તેથી ‘ જ્યાં તું ત્યાંજ હું’ તેમ નિશ્ચયપૂર્વક સમજજે. દેશાટનમાં જ્યાં તારે જવાની ઈચ્છા હાય ત્યાં હું અવશ્ય તારી સાથેજ આવીશ.” આ પ્રમાણે અતિશય આગ્રહ કરીને મ`ત્રીપુત્ર પણ તેની સાથે ચાલવા તૈયાર થઈ ગયે, અને અન્ને મિત્રો તે નગર છેડીને ચાલી નીકળ્યા.
પ્રકરણ ૨ જી
×
અટવીમાં મદિર અને તે તરફ પ્રયાણુ
અવિલંબ પ્રયાણ વડે ચાલતાં તે `ને મિત્રો રાજકુમાર અને મ`ત્રીપુત્ર સંધ્યા સમયે એક ગાઢ અને ભયંકર અટવીને વિષે આવી પહાંચતાં એક વ્હાટા વૃક્ષ નીચે આરામ લેવા માટે અને રાત્રી પસાર કરવા તેએ અને બેઠા, માન