________________
નિપુણ, સુશીલ અને સત્ય પ્રતિજ્ઞાવાળ રત્નસાર નામે એક પુત્ર હતું. રાજપુત્ર ચિત્રસેન અને મંત્રીપુત્ર રત્નસારને અરસપરસ અત્યંત સ્નેહ બંધાયેલ હતા; બંને પરમ મિત્ર થઈ ગયા હતા, અને બપોરની છાયાની જેમ બને ગુણવાન હોવાથી–ગુણનું આકર્ષણ થવાથી આ બંનેની પ્રીતિ હમેશાં વધતી જતી હતી.
બંને મિત્રો રાજપુત્ર અને મંત્રીપુત્ર આનંદથી સાથે ક્રીડા કરતા હતા અને શાસ્ત્રાધ્યયન તથા શાસ્ત્રોકીમાં સમય પસાર કરતા હતા, તેવામાં એક વખતે સભામાં બેઠેલ વીરસેન રાજા પાસે આખી નગરીના લોકે–પ્રજાજને આવ્યા અને નમસ્કાર કરી તેની સમક્ષ ઉભા રહ્યા. મહાજન સમસ્તને કુશળ સમાચાર પૂછીને સન્માનપૂર્વક આવવાનું કારણ રાજાએ પૂછ્યું. તેમાંથી એક અગ્રેસરે રાજાને ફરીવાર નમસ્કાર કરીને કહ્યું કે–“મહારાજ ! તમે આજ સુધી પ્રજાને પુત્રની જેમ પાળી છે, અને અમે આનંદથી અમારે વ્યાપાર કરવામાં જ તત્પર રહીને અમારો સમય આનંદથી પસાર કરીએ છીએ, પણ હાલમાં તમારી પ્રજાને શેડો સંતાપ ઉત્પન્ન થયેલ છે. રાજકુમાર ચિત્રસેન ખરેખર બુદ્ધિશાળી અને કામદેવની જેવા રૂપવાનું છે, તેઓ ઈચ્છાનુસાર આખા નગરમાં દિવસ અને રાત્રીના સમયે ફરે છે. તેમના મને હર અને આકર્ષક રૂપથી ખેંચાઈને આખા નગરની સ્ત્રીઓ તેઓનું ગૃહકાર્ય છોડી દઈને અને કાર્યની ઉપેક્ષા કરીને તેમની પછવાડે. તેમનું રૂપ જેવા ગાંડાની જેમ દોડાદોડ કરે છેતેથી અમારૂં ગૃહકાર્ય